ગુજરાત/ અમદાવાદમાં મેઘમહેર : ક્યાંક મજા તો ક્યાંક સજા : કોઈ પાણીમાં ફસાયું તો કોઈએ કર્યા છબછબીયાં

મીઠાખળી અન્ડરબ્રિજ 1.5 ફૂટ પાણી ભરાતા સાવચેતીના ભાગરૂપે ટ્રાફિક બંધ કરાયો હતો. રાઇખડ ભિસ્તી વાડમાં મકાનની ગેલેરી પડી હતી

Top Stories Ahmedabad Gujarat

મોસમનો પહેલો વરસાદ તો નહિ પરંતુ લોકો મન ભરીને માણી શકે તેવો પહેલો વરસાદ આજે અમદાવાદમાં વરસ્યો છે. ત્રણથી ચાર કલાકમાં તો અમદાવાદ શહેર પાણીપાણી થયું છે. શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. જોકે અમદાવાદીઓ આ પાણીને જોવા અને વરસાદને માણવાનું ચુક્યા નહોતા. સરસપુર તિરૂપતિ એસ્ટેટની બે દુકાનોનો સ્લેબ પડ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડવાના કારણે  સરસપુર વિસ્તારમાં આવેલી શાળા નંબર ૧  અંદર પાણી ભરાવાના કારણે નાના બાળકો ફસાયા હતા. મીઠાખળી અન્ડરબ્રિજ 1.5 ફૂટ પાણી ભરાતા સાવચેતીના ભાગરૂપે ટ્રાફિક બંધ કરાયો હતો. રાઇખડ ભિસ્તી વાડમાં મકાનની ગેલેરી પડી હતી પણ કોઈ જાનહાનિ નથી થઇ. આસ્તોડીયા માંડવીની પોળ પાસે ત્રણ માળનું મકાન પડ્યું હતું. વરસાદી પાણીથી રસ્તા ઉપર અનેક વાહનો બંધ થયા હતા અને લોકો પાણીમાં ફસાયા હતા. કેટલાક સ્થળોએ વરસાદ અને પવનનાં કારણે ઝાડ પડી ગયા હતા.

શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં 1.5 થી 6 ઈંચ સુધીનો વરસાદ

રખિયાલ – 5 ઈંચ

ઓઢવ – 4 ઈંચ

વિરાટનગર – 4 ઈંચ

પાલડી – 2 ઈંચ

ઉસ્માનપુરા – 6 ઈંચ

ચાંદખેડા – 2 ઈંચ

બોડકદેવ – 2.5 ઈંચ

સાયન્સ સીટી – 1.5 ઈંચ

ગોતા – 1.5 ઈંચ

સરખેજ – 1.5 ઈંચ

ગોળલીમડા – 3 ઈંચ

દુધેશ્વર – 2.5 ઈંચ

મેમ્કો ચારરસ્તા – 3.5 ઈંચ

કોતરપુર – 2 ઈંચ

મણિનગર  – 3 ઈંચ

 

 

 

આ પણ વાંચો : PM મોદીએ શિન્ઝો આબેના નિધન પર શોક વ્યક્ત કર્યો, રાષ્ટ્રીય શોકની કરી જાહેરાત