Kutch News/ કચ્છમાં ખનીજ માફિયાઓ પર સપાટો! ગઢશીશાની સીમમાં ચાલતી બેન્ટોનાઇટ ચોરી પર LCB નો દરોડો

પશ્ચિમ કચ્છના ગઢશીશા પોલીસ મથક વિસ્તારમાં વાંઢ ગામની સીમમાં ગેરકાયદેસર બેન્ટોનાઇટ ખનીજ ચોરી(Mineral Theft) પર LCB ભુજનો દરોડો. 50 લાખનું એસ્કેવેટર મશીન સીઝ કરી મોટી કાર્યવાહી.

Gujarat Others Trending
Kutch Gadhshisha Mineral Theft

Kutch Gadhshisha Mineral Theft: પશ્ચિમ કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બેફામ બનેલા ખનીજ માફિયાઓ પર અંકુશ લાવવા પોલીસે લાલ આંખ કરી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ભુજ દ્વારા ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બેન્ટોનાઇટ ખનીજના ખોદકામ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે વાંઢ ગામની સીમમાં દરોડો પાડીને ખનીજ ચોરીમાં વપરાતું 50 લાખ રૂપિયાની કિંમતનું એસ્કેવેટર (હિટાચી) મશીન સીઝ કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

સીમમાં ચાલતું હતું ગેરકાયદેસર Mineral Theft

પ્રાપ્ત વિગતો અનુસાર, બોર્ડર રેન્જ આઈજી (IGP) શ્રી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ-ભુજના એસપી (SP) શ્રી વિકાસ સુંડાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત, LCB ના પી.એસ.આઈ. એમ.એચ. શીણોલની ટીમને બાતમી મળી હતી કે ગઢશીશા વિસ્તારમાં વાંઢ ગામની સીમમાં લીઝ ધરાવતી જમીનની હદ બહાર ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટ માટીનું ખોદકામ અને સંગ્રહ થઈ રહ્યો છે.

ખાણ-ખનીજ વિભાગને સાથે રાખી 50 લાખનું મશીન જપ્ત

ચોક્કસ બાતમીના આધારે LCB ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો, જ્યાં એક તોતિંગ એસ્કેવેટર મશીન દ્વારા ધમધમાટ ખોદકામ ચાલુ હોવાનું જણાયું હતું. પોલીસે સ્થળ પર હાજર લીઝ ધારકના પ્રતિનિધિની પ્રાથમિક પૂછપરછ કરી તાત્કાલિક ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને બોલાવ્યા હતા. ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓએ સ્થળ તપાસ કરતા સ્પષ્ટ થયું હતું કે આ ખોદકામ સંપૂર્ણપણે શંકાસ્પદ અને નિયમોના ખુલ્લા ભંગ સાથે થઈ રહ્યું છે. આથી, પોલીસે કોઈ પણ વિલંબ કર્યા વિના સ્થળ પરથી આશરે રૂ. 50 લાખની કિંમતનું એસ્કેવેટર મશીન સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પણ વાંચો: પંચમહાલમાં ખનીજ માફિયાઓની ‘રેકી’નો પર્દાફાશ

આ પણ વાંચો: ગોધરાના નદીસર ગામની ગૌચર જમીનમાં ગેરકાયદે ખોદકામ, ખનીજ માફિયા સામે ફરિયાદ

આ પણ વાંચો: ગાંધીનગરમાં ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી