Ahmedabad News/ 2.29 કરોડની છેતરપિંડી કરનારી ગેંગનો શખ્સ ઝડપાયો

આરોપીએ ફરિયાદીની કંપનીના બેન્ક એકાઉન્ટ મારફતે આ છેતરપિંડી કરી હતી.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : સાયબર ક્રાઈમ પોલીસે એક વ્યક્તિ સાથે 2.29 કરોડની ઓનલાઈન છેતરપિંડી કરનારી ગેંગના સાગરીતની ધરપકડ કરી છે. આ બનાવની વિગત મુજબ આરોપીએ ફરિયાદીની કંપનીના બેન્ક એકાઉન્ટ મારફતે આ છેતરપિંડી કરી હતી. ફરિયાદીની કંપનીના બેન્ક એકાઉન્ટ સાથે રજીસ્ટર્ડ વોડાફોન મોબાઈલ કંપનીના મોબાઈલ નંબરને આરોપીએ બંધ કરાવી દીધો હતો.

આ કેસની વિગત મુજબ ફરિયાદી રૂ અને દોરાનું ટ્રેડીંગ કરતી નીવા એક્સપોર્ટ્સ એલ.એલ.પી.નામની કંપનીના ધી કાલુપુર કોમર્શિયલ કો.ઓપરેટીવ બેંક, આનંદનગર બ્રાંચમાં બેન્ક એકાઉન્ટ ધરાવે છે. દરમિયાન જુલાઈ મહિનામાં કોઈ અજાણી વ્યક્તિએ વોડાફોન કંપનીમાં ફરિયાદીના નામે કોલ કરીને સીમ કાર્ડ ખોવાઈ ગયું છે તેવું બહાનું બતાવીને ફરિયાદીની બેન્કમાં રજીસ્ટર્ડ મોબાીલ બંધ કરાવીને ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાંથી આ રકમ 28 ટ્રાન્ઝેક્શન દ્વારા કાઢી લીધી હતી. પોલીસે તપાસ કરતા છેતરપિંડીના ટ્રાન્સફર થયેલા અંદાજે રૂ. 30 લાખ આઈસીઆીસીઆઈ બેન્કના એકાઉન્ટમાં જમા થયા હોવાનું જણાયું હતું. જેના એકાઉન્ટ હોલ્ડર સૌરભ યાદવની  તપાસ કરી હતી. જેમાં યાદવનું લોકેશન ગોવા જણાતા પોલીસની એક ટીમ ગોવા ગઈ હતી અને ત્યાંતી સૌરભ યાદવની ધરપકડ કરી હતી.

તપાસમાં 2021માં યાદવ મારામારીના કેસમાં આઝમગઢ જેલમાં હતો ત્યારે તેની ઓળખાણ આઝમગઢના કાર્તિકિસિંગ દુર્ગાપ્રસાદ સાથે થઈ હતી. તેણે જેલમાંથી  બે મહિના પછી છુટેલા સૌરભને ફોન કરીને મધ્યપ્રદેશમાં પોતાને મકાન વેચવાનું હોઈ નામા જમા કરવા માટે ઓકાઉન્ટ ખોલી આપવા જણાવ્યું હતું. આથી સૌરભે આઈસીઆીસીઆી બેન્કનું એકાઉન્ટ ખોલાવી આરોપી કાર્તિતિસિંગના જણાવ્યા મુજબ એકાઉન્ટની ચેકબુક, પાસબુક વગેરે કીટ સોનું નામની વ્યક્તિને આપી હતી. બાદમાં કાર્તિકિસિંગનું લોકેશન મેળવીને આઝમગઢના તેના ગામ લહરપાર ખાતેથી ધરપકડ કરી હતી. તેની પુછપરછમાં ઉત્તરપ્રદેશમાં હત્યા ,હત્યાના પ્રયાસ અને લૂંટ જેવા અનેક ગુનામાં સંડોવાયેલા આરોપી રાજન દેવમુનીપાસીની સંડોવણી બહાર આવી હતી.

ધરપકડ કરાયેલા કાર્તિકિસિંગ સામે આઝમગઢમાં પણ ગુનો નોંધાયેલો છે.

જ્યારે વોન્ટેડ રાજન પાસી વિરૂધ્ધ આઝમગઢ અને મુબઈ મળીને 26 ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

 આરોપીએ સીમ કાર્ડ ખોવાઈ ગયું છે કહીને સીમ કાર્ડ બંધ કરાવી દીધું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.  ત્યારબાદ  આરોપીએ બેન્ક એકાઉન્ટ દ્વારા કુલ 28 અલગ અલગ ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ 28 ટ્રાન્ઝેક્શન દ્વારા આરોપીએ કુલ રૂ. 2,29,00,000 ની છેતકરપિંડી કરી હતી. આ અંગે ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શું તમે અરવિંદ કેજરીવાલની ફરી ધરપકડ કરશો?’ દિલ્હીના સીએમ વિરૂદ્ધ EDનો કેસ કોર્ટમાં મૂંઝવણમાં મૂકાયો

આ પણ વાંચો: જપ્ત જ નહીં પૈસા પાછા પણ આપે છે ED, 22 લાખ લોકોના ચહેરા પર આવશે ખુશી

આ પણ વાંચો: જૌનપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ બાબુ સિંહ કુશવાહ સામે EDની કાર્યવાહી