ગુજરાત/ રાજ્યના 7 IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં કરાયા પોસ્ટ ?

ગુજરાત સરકાર દ્વારા ફરીએકવાર રાજ્યના આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપવામાં આકયો છે. રાજ્યના 7 આઇએએસ અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે.

Top Stories Gujarat
આઇએએસ રાજ્યના 7 IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં કરાયા પોસ્ટ ?
  • રાજ્યના 7 IAS અધિકારીઓની બદલી
  • અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બદલાયા
  • લોચન શહેરા AMCના નવા કમિશનર
  • રાકેશ શંકરને અર્બન ડેવલપમેન્ટના સેક્રેટરી બનાવાયા
  • મુકેશ કુમાર શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ
  • કે.સી. સંપત સુરેન્દ્રનગરના DDO બનાવાયા
  • મુકેશ પુરીને GSFCના MDનો ચાર્જ સોંપાયો
  • નવનાથ કોંડીબા અધિક ગ્રામ્ય વિકાસ કમિશનર

ગુજરાત સરકાર દ્વારા ફરીએકવાર રાજ્યના આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપવામાં આકયો છે. રાજ્યના 7 આઇએએસ અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ માનપામાં કમિશનર તરીકે ફરજ બજાવતા મુકેશ કુમારનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદ મનપા કમિશ્નર મુકેશ કુમારની બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને લોચન શહેરાને અમદાવાદના મનપા કમિશ્નર બનાવાયા છે. જ્યારે મુકેશ કમારની GSFCમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. રાકેશ શંકરને અર્બન ડેવલપમેન્ટના સેક્રેટરી બનાવાયા છે તો, કે.સી. સંપત સુરેન્દ્રનગરના DDO બનાવાયા છે. મુકેશ પુરીને GSFCના MDનો ચાર્જ સોંપાયો છે. નવનાથ કોંડીબા અધિક ગ્રામ્ય વિકાસ કમિશનર તરીકે પોસ્ટ કરાયા છે. બી.આર. દવેને ગુજરાત લાઈવ હૂડ કોર્પોરેશનમાં મુકાયા છે.

પૌરાણિક કથા / રાવણે દેવી સીતાને મહેલમાં રાખવાને બદલે અશોક વાટિકામાં કેમ રાખ્યા? આ હતું કારણ

Life Management / ખેડૂતે છોકરાને નોકરી પર રાખ્યો, છોકરાએ કહ્યું “જ્યારે જોરદાર પવન ફૂંકાશે, ત્યારે હું સૂઈશ”…તેનો અર્થ શું હતો?

Life Management / જ્યારે શેઠે પ્રશ્ન પૂછ્યો ત્યારે સંતે કહ્યું, “હું તમને જવાબ આપવા નથી આવ્યો”

હવામાન વિભાગ / ખેડૂતો માટે માઠા સમાચાર, ઉત્તર ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ