Not Set/ પુત્રની પ્રાપ્તી કેવી રીતે થઇ શકે તેનું જ્ઞાન આપતા મરાઠી બાબા

મરાઠી કીર્તનકાર અને અપદેસક ઈન્દુરીકર મહારાજે તાજેતરમાં એક ટિપ્પણી કરી હતી, જેના વિશે તેઓ હવે ચર્ચામાં આવ્યા છે. ઈન્દુરીકરે પોતાના એક પ્રવચનમાં જણાવ્યું હતું કે જો કોઈ દંપતીને પુત્ર જોઈએ છે તો તેમના ઈવન ડે પર પણ તેમના સંબંધ હોવા જોઈએ. ઈન્દુરીકર મહારાજે દાવો કર્યો હતો કે જો પતિ-પત્નીએ ઓડ દિવસે સંબંધ બનાવે તો તેઓને […]

India

મરાઠી કીર્તનકાર અને અપદેસક ઈન્દુરીકર મહારાજે તાજેતરમાં એક ટિપ્પણી કરી હતી, જેના વિશે તેઓ હવે ચર્ચામાં આવ્યા છે. ઈન્દુરીકરે પોતાના એક પ્રવચનમાં જણાવ્યું હતું કે જો કોઈ દંપતીને પુત્ર જોઈએ છે તો તેમના ઈવન ડે પર પણ તેમના સંબંધ હોવા જોઈએ. ઈન્દુરીકર મહારાજે દાવો કર્યો હતો કે જો પતિ-પત્નીએ ઓડ દિવસે સંબંધ બનાવે તો તેઓને છોકરીની પ્રાપ્તી થશે.

સંતનાં આ અજબ નિવેદનોનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ઈન્દુરીકર મહારાજ હવે છોકરા કે છોકરી પેદા કરવાના તેમના ઓડ-ઈવન નિવેદોનોને કારણે ચર્ચામાં આવ્યા છે. જણાવી દઇએ કે, ઈન્દુરીકર મહારાજ અહમદનગર જિલ્લાનાં એક ગામમાં ઉપદેશ આપી રહ્યા હતા જ્યાં તેમણે લોકોને પુત્રને જન્મ આપવાનું સુત્ર જણાવ્યું. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યુ છે.

એટલું જ નહીં, તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, જો જાતીય સંભોગ અધવચ્ચે જ અધૂરો રહે છે, તો તેમાંથી જન્મેલો બાળક તંદુરસ્ત રહેશે નહીં. જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં ઈન્દુરીકર મહારાજનાં ઘણા અનુયાયીઓ છે, હજારો લોકો તેમના કીર્તન પર પહોંચે છે. ઈન્દુરીકર મહારાજે અહમદનગરમાં ભજન-કીર્તન પણ યોજ્યું જેમાં તેમણે પુત્ર અને પુત્રીનાં જન્મ માટેનો સુત્ર સમજાવ્યો હતો. તેમના પ્રવચન દરમિયાન તેમણે એક પછી એક અનેક દાવા કર્યા.

તેમણે કહ્યું કે જો દંપતી અશુભ સમયે સંબંધ બનાવે છે, અને તેમને જે સંતાન જન્મ લે છે તે પરિવાર અને કુટુંબનું નામ ખરાબ કરે છે. ઈન્દુરીકર મહારાજ હવે તેમના દાવાને લઈને મુશ્કેલીમાં આવી શકે છે. નિષ્ણાતોનાં મતે, આ ટિપ્પણી પૂર્વ-ગર્ભાધાન અને પ્રી-નેટલ નિદાન તકનીકો હેઠળ કાનૂની કાર્યવાહી તરફ દોરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.