જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સેના હવે એક્શનનાં મૂડમાં આવી ગઇ છે. જ્યા આજે જમ્મુ-કાશ્મીરનાં બારામુલ્લા જિલ્લાનાં સોપોરનાં વરપોરા ગામમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યુ છે. જેમાબે આતંકીઓ માર્યા ગયા છે. વળી બીજી તરફ જમ્મુ-કાશ્મીરનાં કનાચક વિસ્તારમાં સેનાએ એક ડ્રોનને બિટ કરવામાં આવ્યુ હતુ અને તેમા વિસ્ફોટક સામગ્રીને જપ્ત કરી દેવામાં આવેલ છે.
ચીનમાં કુદરતી આફત! / લો બોલો!1,000 વર્ષમાં સૌથી ભયાનક પૂરનો સામનો કરતુ ચીન, દ્રશ્યો રૂંવાટા કરશે ઉભા
સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ
Jammu & Kashmir: Two LeT terrorists neutralised in Sopore encounter that began last night. The encounter has now concluded, a search operation is underway. Visuals from Sopore, Baramulla district.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/VDxWUybwct
— ANI (@ANI) July 23, 2021
આપને જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરનાં બારામુલ્લા જિલ્લાનાં સોપોરનાં વરપોરા ગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં આતંકીઓનાં ટોચનાં કમાન્ડરને છુપાવવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, ટોચનાં આતંકી કમાન્ડર અને તેનો એક સાથી આ વિસ્તારમાં છુપાયેલો છે, જ્યાં પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીર પોલીસનાં આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, આ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.
Two terrorists of proscribed terror outfit LeT neutralized during the Sopore encounter. One of them Fayaz War was involved in several attacks & killings of civilians and security forces personnel. He was the last perpetrator of violence in north Kashmir: IGP Kashmir to ANI pic.twitter.com/4ZVLhbND0n
— ANI (@ANI) July 23, 2021
તનાવભરી સ્થિતિ / બંદ્રીનાથ મંદિરના પરિસરમાં નમાજ પઢતો વીડિયો વાયરલ થતાં તનાવભરી સ્થિતિ,15 લોકો પર કેસ
આ એક આતંકવાદીનું નામ ફયાઝ વોર છે, જે ઘણા સૈનિકો અને નાગરિકોની હત્યામાં સામેલ હતો. તેણે ઉત્તર કાશ્મીરમાં ઘણી હિંસા ફેલાવી હતી. સ્થળ પરથી હથિયારો અને દારૂગોળોનો એક વિશાળ માત્રામાં મળી આવ્યો છે. સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે. જો કે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણ આ પહેલા પણ ઘણી વખત થઇ ચુકી છે. પરંતુ હાલમાં જ્યારે કોરોના મહામારી ચરમ પર પહોંચી હતી ત્યારે આતંકીઓની ગતિવિધિઓ વધવી ખરેખર ચિંતાનો વિષય છે.
- જમ્મુ કાશ્મીરનાં સોપોરમાં એન્કાઉન્ટર
- બે આતંકીઓને સેનાએ ઠાર માર્યા
- અખનુર વિસ્તારમાં ડ્રોનને તોડી પડાયું
- જમ્મુ કાશ્મીર પોલીસે ડ્રોનને તોડી પાડયું
- સ્થળેથી IEDનો જથ્થો જપ્ત કરાયો
સેના દ્વારા ડ્રોનને પાડી દેવામાં આવ્યું
Jammu and Kashmir: A drone was shot down in Kanachak area and explosive material was recovered. pic.twitter.com/amPKBVVq77
— ANI (@ANI) July 23, 2021
આતંકવાદીઓએ ખીણમાં આતંક ફેલાવવા માટે એક નવી રીતની શોધ કરી છે. હવે આતંકવાદીઓ ડ્રોન દ્વારા ખીણમાં નવુ કાવતરું ઘડી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આજે ફરી એક શંકાસ્પદ ડ્રોન સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, આ ડ્રોન કનાચક વિસ્તારમાં જોવામાં આવ્યું છે, આ ડ્રોનમાં કેટલાક વિસ્ફોટકો પણ રાખવામાં આવ્યા હતા, જેને સેના દ્વારા પાડી દેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ખીણમાં જે રીતે ડ્રોન સતત જોવામાં આવી રહ્યા છે, ત્યારથી જવાન તેના વિશે ખૂબ સજાગ થઇ ગયા છે. આ ડ્રોન સૈનિકોની સક્રિયતાને કારણે પાડી દેવામાં આવ્યું છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
