Chhatisgadh/ છત્તીસગઢમાં મતદાન દરમિયાન નકસલીઓ દ્વારા બોમ્બ વિસ્ફોટ

સીઆરપીઓફનો આસિસ્ટંટ કમાન્ડન્ટ ઘાયલ

Top Stories India
Beginners guide to 2024 04 19T170017.635 છત્તીસગઢમાં મતદાન દરમિયાન નકસલીઓ દ્વારા બોમ્બ વિસ્ફોટ

chhatisgadh News : છત્તીસગઢના બીજાપુર જીલ્લામાં શુક્રવારે નક્સલીઓ દ્વારા લગાવાયેલા પ્રેશર બોમ્બમાં વિસ્પોટ થતા કોન્દ્રિય રિઝર્વ પોલીસ બળ (સીઆરપીએફ)નો એક આસિસ્ટંટ કમાન્ડન્ટ ઘાયલ થયો હતો. બીજાપુર જીલ્લો વસ્તર લોકસભા ક્ષેત્રમાં આવે છે જ્યાં ચૂંટણીના પહેલા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ જીલ્લાના ભૈરમગઠ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત ચિહકા મતદાન કેન્દ્ર પાસે પ્રેશર બોમ્બમાં વિસ્ફોટ થતા સીઆરપીએફનો સહાયક કમાન્ડન્ટ મનુ એચસી ઘાયલ થયો હતો.

ભૈરમગઢમાં સુરક્ષા દળોના દવાનો નક્સલ વિરોધી અભિયાન પર હતા. જયારે તેઓ ચિહકા મતદાન ત્ક્ષેત્રની નજીક હતા ત્યારે મનુ પ્રેસર બોમ્બ પર જતો રહ્યો હતો. જેનાથી બોમ્બમાં વિસ્ફોટ થઈ ગયો હતો. અધિકારીના હાથ પગમાં ઈજા પહોંચી છે.

બસ્તરના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ કહ્યું કે અહીં શાતિપૂર્ણ મતદાન માટે સુરક્ષા દળોના 60 હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે. નક્સલીઓ દ્વારા ચૂંટણી બહિસ્કારને પગલે જવાનોને વધારે સતર્ક રહેવા જણાવાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહેલા તબક્કાના મતદાનમાં મોદી સરકારના 8 મંત્રીઓ મેદાનમાં 

આ પણ વાંચો:સલમાનના ઘર પર ફાયરિંગના કેસમાં વધુ એક ઝડપાયો

આ પણ વાંચો:બ્રિજ ભૂષણ સિંહે યૌન ઉત્પીડન કેસમાં દિલ્હી કોર્ટનો કર્યો સંપર્ક, વધુ તપાસની કરી માગ