Corona Update/ રાજ્યમાં 6 મહિના બાદ કોરોનાની બેવડી સદી, 50 ટકા કેસ માત્ર અમદાવાદમાં, જાણો કયાં નોંધાયાં કેટલા નવા કેસ ?

અમદાવાદ શહેરમાં સૌથી વધુ 98 કેસ નોંધાય છે. રાજ્યના 50 ટકા કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે રાજકોટ શહેરમાં 33 કેસ સામે આવ્યા છે. 

Top Stories Gujarat
કોરોનાની ગતિ માં ઘટાડો, મોતના આંકડામાં મસમોટો વધારો

ગુજરાત રાજ્યમાં ફરી એક વાર કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 6 મહિના બાદ ફરી એકવાર કોરોનાએ  બેવડી સદી નોંધાવી છે. તો અમદાવાદમાં ફરી એકવાર કોરોનાનો જવાળામુખી ફટવા જઈ રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજ રોજ કોરોનાના  કુલ  204 કેસ નોંધાય છે.  જે છેલ્લા 6 મહિનામાં સૌથી વધારે છે. કેસ વધવાની સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં સૌથી વધુ 98 કેસ નોંધાય છે. રાજ્યના 50 ટકા કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે રાજકોટ શહેરમાં 33 કેસ સામે આવ્યા છે.  સુરતમાં 22 અને વડોદરામાં 16 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 65 લોકો ડિસ્ચાર્જ થાય છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1086 છે.

રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,29,073 પહોંચ્યો  છે. રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,363 છે.

કોરોના વિસ્ફોટની  સાથે રાજ્યમાં ઓમિક્રોનનો પણ રાફડો ફાટ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનના 24 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 13 કેસ સામે આવ્યા છે. જેમાં આં.રાષ્ટ્રીય ટ્રાવેલ હિસ્ટ્રીવાળા 9 કેસ છે.  જ્યારે અન્ય ચાર કેસમાં કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. જ્યારે ગાંધીનગરમાં 4, રાજકોટમાં 3, અને  અમરેલી, આણંદ, ભરૂચ વડોદરામાં 1-1 કેસ નોંધાય છે.

PM નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ડર, મૂંઝવણ અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. તો સાથે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોને બૂસ્ટર ડોઝ આપવામાં અંગે પણ જણાવ્યું હતું .  તેનું લોન્ચિંગ 10 જાન્યુઆરી, 2022થી શરૂ થશે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના ગંભીર રોગોથી પીડિત લોકોને પણ બૂસ્ટર ડોઝનો વિકલ્પ આપવામાં આવશે. તેઓ તેને ડોક્ટરની સલાહ પર લઈ શકે છે.

તો હવે દેશમાં 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે. તેને 3 જાન્યુઆરી, 2022થી લોન્ચ કરવામાં આવશે. આ સાથે શાળા કોલેજમાં જતા બાળકો અને તેમના વાલીઓની ચિંતા પણ ઓછી થશે.

ગુજરાત / ખોડલધામમાં યોજાનાર કાર્યક્રમ માત્ર પાટોત્સવ છે, કોઈ પોલિટિકલ પાવર બતાવવાનો કાર્યક્રમ નથી : નરેશ પટેલ

Covid death / વિશ્વભરમાં કોરોનાથી થયેલા મોતનો ચોંકાવનારો આંક, HIV, મેલેરિયા અને TBથી થયેલા કુલ મૃત્યુ આંકને છોડ્યો પાછળ 

ફરી કુદરતના ખોળે / કપાળની બંને બાજુ નાના સીંગડા જેવા ત્રાંસા પીંછાવાળું મત્સ્ય ઘુવડ

પૌરાણિક કથા / જ્યારે માતા દુર્ગાએ એક મામૂલી તણખલા વડે  દેવતાઓનું અભિમાન તોડયું હતું.. 

આસ્થા / સ્ત્રીઓ ક્યારેય નાળિયેર કેમ નથી ફોડતી..?