કાર્યવાહી/ સુરતમાં ફી મુદ્દે FRCએ 800 શાળાઓને ફટકારી નોટિસ

દક્ષિણ ગુજરાતની 800 થી વધુ શાળાઓને FRCએ નોટિસ ફટકારી સાત દિવસમાં જવાબ આપવા માટે આદેશ કરાયા છે.

Top Stories Gujarat Surat
Untitled 19 સુરતમાં ફી મુદ્દે FRCએ 800 શાળાઓને ફટકારી નોટિસ
  • સુરત: FRC મુદ્દે 800 શાળાઓને નોટિસ અપાઇ
  • FRC ને પણ ઘોળીને પી જનારી શાળાઓને નોટિસ
  • 7 દિવસમાં જવાબ આપવા માટે આદેશ કરાયો
  • જવાબ નહી આપે તો રૂબરૂ હાજર રહેવું પડશે
  • દક્ષિણ ગુજરાતની 800થી વધુ સ્કૂલોને નોટિસ

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં FRCના નિયમ મુજબ અભ્યાસની ફી નહીં લેનાર ખાનગી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે દક્ષિણ ગુજરાતની 800 થી વધુ શાળાઓને FRCએ નોટિસ ફટકારી સાત દિવસમાં જવાબ આપવા માટે આદેશ કરાયા છે. સુરત શહેરમાં શિક્ષણના નામે વેપાર થઈ રહ્યો હોવાની અને ઘટનાઓ સામે આવી છે તેમાં અનેક શાળાઓ FRCના નિયમોને ઘોળીને પી જતા હોવાનું સામે આવ્યું છે.

મહત્વનું કહી શકાય કે શહેરભરમાં અનેક શાળાઓમાં અભ્યાસના નામે બાળકો પાસેથી મસ મોટી ફી લઈ લેવામાં આવતી હતી. સમગ્ર મામલો બહાર આવતા જ FRCએ ખાનગી સ્કૂલોનું લિસ્ટ DEO ને આપ્યું હતું.અને દક્ષિણ ગુજરાતની 800 થી વધુ ખાનગી શાળાઓને FRCના નિયમ મુજબનું ઉલ્લંઘન કરવાની નોટિસ ફટકારી હતી.

અગાઉ FRCના નિયમ મુજબ જે પણ ખાનગી શાળાઓ છે તેમને FRC સાથે વધારો નહીં કરવાનો એફીડેવિડ કરવાનું હોય છે જોકે હજી સુધી આ 800 માંથી એક પણ શાળાએ એફિડેવિટ કર્યા ના હતા જેથી આ તમામ ખાનગી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે અને સાત દિવસમાં જવાબ આપવા માટે આદેશ કરવામાં આવ્યા છે અને સાત દિવસમાં જો જવાબ ન આપે તો તેમને રૂબરૂ હાજર થવું પડશે જેમાંથી અત્યાર સુધી 60% જેટલી ખાનગી શાળા ઓએ નોટિસના જવાબ આપ્યા છે. હજી સુધી 40% ખાનગી શાળાઓએ જવાબ આપ્યા નથી આ સમગ્ર મામલે DEO દિપક દરજીએ ખાનગી શાળાઓને નોટિસ ફટકારી જવાબ નહીં આપે તો રૂબરૂ જવાબ નોંધવા આદેશ કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:પતિ પત્ની વચ્ચેના ઝઘડા ઉકેલવામાં વ્યસ્ત ગુજરાતની હેલ્પલાઈન, મોબાઈલ ફોન બની રહ્યું છે કારણ

આ પણ વાંચો:જામનગરમાં ૩૧ ડિસેમ્બરની પહેલા ઝડપાયો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો

આ પણ વાંચો:સુરતમાં રોંગ સાઈડ આવતા વાહન ચાલકો માટે અનોખી મુહિમ