Not Set/ ઔડાનાં EWS આવાસ માટેના ફોર્મ મેળવવા માટેની મુદ્દત ૧૦ ડિસેમ્બર સુધી લંબાવાઈ

અમદાવાદ: અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)ના સત્તાવાળાઓ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગ (EWS -ઇડબ્લ્યુએસ) માટેના આવાસ માટે અરજીપત્રક (ફોર્મ) મેળવવાની અગાઉની તા.ર૬ નવેમ્બર, ર૦૧૮ની છેલ્લી તારીખની મુદત હતી. પરંતુ દિવાળીના તહેવારોની જાહેર રજાઓ સહિતના કારણોસર ઔડાના તંત્ર દ્વારા તેની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે આ માટે અરજદાર સંબંધિત ખાનગી બેન્કમાંથી આગામી તા.૧૦ ડિસેમ્બર સુધી […]

Top Stories Ahmedabad Gujarat Trending
Last date for the collection of Application form for Auda's EWS home is December 10,2018

અમદાવાદ: અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)ના સત્તાવાળાઓ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગ (EWS -ઇડબ્લ્યુએસ) માટેના આવાસ માટે અરજીપત્રક (ફોર્મ) મેળવવાની અગાઉની તા.ર૬ નવેમ્બર, ર૦૧૮ની છેલ્લી તારીખની મુદત હતી. પરંતુ દિવાળીના તહેવારોની જાહેર રજાઓ સહિતના કારણોસર ઔડાના તંત્ર દ્વારા તેની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે આ માટે અરજદાર સંબંધિત ખાનગી બેન્કમાંથી આગામી તા.૧૦ ડિસેમ્બર સુધી અરજીપત્રક (ફોર્મ) મેળવી શકશે.

ઔડા દ્વારા શહેરના બોપલ વિસ્તારની ટીપી સ્કીમ નં.૩ના ફાઇનલ પ્લોટ નં.રપ૦માં ઔડા દ્વારા લોઅર મિડલ ઇન્કમ (એલઆઇજી) આવાસ હેઠળ કુલ ર૧૦ આવાસનું નિર્માણ કરવામાં આવશે. આ માટે ઔડાના તંત્રને કુલ ૪૮,૦૦૦ અરજીપત્રકો તંત્રને મળ્યા છે. જો કે એલઆઇજી આવાસ માટે અરજીપત્રક પરત કરવાના મામલે તેની મુદત કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

ઔડા દ્વારા અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ર૪પ યુનિટ, ભાટમાં ર૬૬, કોટેશ્વરમાં ર૬૬ યુનિટ અને અમિયાપુરમાં ર૬૬ યુનિટ મળીને ઇડબ્લ્યુએસના કુલ ૮૪૭ યુનિટ (આવાસ) માટે અરજી મેળવવાની છેલ્લી મુદ્દત ૨૬મી નવેમ્બર હતી તેને વધારીને તા.૧૦ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. આ અરજી ભરીને સંબંધિત ખાનગી બેન્કમાં જમા કરવાની છેલ્લી મુદ્ત તા.ર૧ ડિસેમ્બર રાખવામાં આવેલી છે.

ઔડા દ્વારા બોપલમાં એલઆઇજી અને ઇડબ્લ્યુએસ (EWS)ના આવાસોના નિર્માણ પાછળ રૂ.ર૭.૬૦ કરોડ ખર્ચાશે. જ્યારે ભાટમાં રૂ.રપ.૬૭ કરોડ, કોટેશ્વરમાં રૂ.૭.પર કરોડ અને અમિયાપુરમાં રૂ.ર૩.૩૦ કરોડ ખર્ચ કરવામાં આવશે.

ઇડબ્લ્યુએસ આવાસમાં અરજી માટે રૂ.૧૦૦ અને રૂ.૭પ૦૦ ડિપો‌ઝિટ પેટે ભરવાના થતા હોઇ આશરે ૪૦ ચોરસ મીટરના પ્રત્યેક આવાસ (યુનિટ) બનાવવા માટે રૂ.૬ લાખનો ખર્ચ થશે અને તમામ આવાસ આગામી વર્ષ ર૦ર૧ સુધી તૈયાર થઇ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.