Not Set/ કોરોના નહીં આ બિમારી છે લોકોના ચિંતાનું કારણ..

મોટા ભાગના લોકોએ કોરોનાવાયરસ વિશે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું હશે, પણ આવામાં એક જાણકારી એવી પણ આવી રહી છે લોકોએ બ્લેક ફંગસ વિશે વધારે સર્ચ કર્યું છે

Top Stories Trending
11 13 કોરોના નહીં આ બિમારી છે લોકોના ચિંતાનું કારણ..

કોરોનાવાયરસનો કહેર જે રીતે દુનિયાના દેશોએ જોયો, તથા હજુ પણ જે રીતે કેટલાક દેશો જોઈ રહ્યા છે તેને લઈને મોટા ભાગના લોકોએ કોરોનાવાયરસ વિશે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું હશે, પણ આવામાં એક જાણકારી એવી પણ આવી રહી છે લોકોએ બ્લેક ફંગસ વિશે વધારે સર્ચ કર્યું છે. કોરોના વિશે સર્ચ કરનારા લોકો બ્લેક ફંગસ વિશે સર્ચ કરનારા લોકોની તુલનામાં ઓછા છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્ચ એન્જિન ગૂગલે વર્ષ 2021માં સર્ચ લિસ્ટ બહાર પાડ્યું છે, જેમાં લોકોએ સર્ચ કરેલા પ્રશ્નો જણાવવામાં આવ્યા છે. ગૂગલ યર ઈન 2021ની સર્ચ કરાયેલી યાદીમાં બીમારી બ્લેક ફંગસ ટોચ પર છે. વર્ષ 2021માં કોરોનાની બીજી લહેર બાદ બ્લેક ફંગસના કેસ ખૂબ જ મોટા પ્રમાણમાં સામે આવવા લાગ્યા હતા. જેના વિશેની પુરતી જાણકારી કદાચ હજુ પણ ઘણા લોકો પાસે નથી. લોકોએ આ બીમીરી વિશે ગુગલ સર્ચમાં જઇને જાણકારી મેળવી હતી.

બ્લેક ફંગસને તબીબી ભાષામાં મ્યુકરમાઇકોસીસ કહેવામાં આવે છે. જે એક દુર્લભ પરંતુ ગંભીર રોગ છે. જ્યારે કોઈ ગંભીર બીમારી અથવા દવાઓના કારણે શરીરની રોગુપ્રતિકારક ક્ષમતા નબળી પડી જાય છે, ત્યારે વ્યક્તિ આ ચેપનો શિકાર બને છે. જાણકારી અનુસાર આ ફંગલ ઇન્ફેક્શન નામના મોલ્ડને કારણે થાય છે. જે સમગ્ર પર્યાવરણમાં હાજર છે. પરંતુ, આ મોલ્ડ શ્વાસ દ્વારા સાઇનસ અને ફેફસાં સુધી પહોંચે છે અથવા ચામડીમાં કાપ અથવા ઘા દ્વારા પણ શરીરમાં પ્રવેશી શકે છે.