સાળંગપુરમાં હનુમાનજીની અપમાનજનક તસવીરોને લઈને ઓગસ્ટમાં શરૂ થયેલા વિવાદનો કોઈ અંત નથી આવી રહ્યો. હનુમાનજીના અપમાન પર સ્વામિનારાયણ સંપ્રદાયના અડીખમ વલણને લઈને સનાતન ધર્મના ઋષિ-મુનિઓમાં ભારે રોષ છે. ત્યારે આવમાં આ વિવાદ વચ્ચે વધુ એક સ્વામીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં વડોદરા ગુરુકુળના દર્શન સ્વામીનું સ્ફોટક નિવેદન સામે આવતા માહોલ ગરમાયો છે.
દર્શન સ્વામીએ જણાવ્યુ છે કે, ગગનમાં જેટલા સત્રૂ હોય ગગનમાં જેટલા તારા છે એટલા શત્રુ જો એકવાર બની જાય અને સમૂહ ભેગો થઇ જાય અને સર્વાધિકારી ભગવાન સ્વામીનારાયણ સામે આવી જાય. મારો ઇષ્ટદેવ સર્વોપરી છે. અમે તો તીલકવાળા છીએ. સ્વામીનારાયણ ભગવાન જ સર્વોપરી છે. સ્વામીનારાયણવાળાને છંછેડવાનુ બંધ કરી દો. સ્વામીનારાયણ વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઓફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમા નીચે કંડારવામાં આવેલાં શિલ્પચિત્રોનો વિવાદ ચાલી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે બોટાદના સાળંગપુર મંદિર ખાતે હનુમાનજીની 54ફૂટની વિશાળ પ્રતિમા છે. આ પ્રતિમા નીચે હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સહજાનંદ સ્વામીના દાસ તરીકે દર્શાવ્યા છે. સોશિયલ મીડિયામાં આ ભીંતચિત્રોના ફોટા સામે આવતા સાધુ-સંતો અને હિન્દુ સંગઠનો રોષે ભરાયા હતા. જેના બાદ ભીંતચિત્રોના વિવાદ વધુ વકરતા સનાતન ધર્મના સાધુ-સંતોએ બેઠક કરી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવા તેમજ તેમની સાથે સ્ટેજ પર નહિ બેસવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલ અચાનક પહોંચ્યા દિલ્હી, PM મોદી સાથે કરી બેઠક
આ પણ વાંચો:સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ મુદ્દે રોકડીયા હનુમાન મંદિરના મહંતે આપી વધની ચીમકી
આ પણ વાંચો:નાના વરાછામાં ઝડપાયું ગરીબોના હક્નું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ