Not Set/ શનિજયંતિના દિવસે 12 રાશિના જાતકો આ રીતે દાન કરશે તો તેમને થશે આ લાભ

જેઠ માસની કૃષ્ણપક્ષ અમાસના દિવસે શનિજયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે 15 મે, 2018 ના રોજ છે. જ્યોતિષવિદ્યા મુજબ, શનિ કર્મ અને સેવાનું એક પરિબળ છે. જેનો અર્થ છે કે તે તમારી નોકરી અને વ્યવસાય સાથે સીધો સંબંધ ધરાવે છે. આ કારણોસર શનિની ચાલની અસર તમારી નોકરી અને વ્યવસાયમાં સફળતા અને ઉતાર-ચઢાવ દર્શાવે છે. જ્યોતિષચાર્ય અનુસાર શનિ દેવ ભગવાન […]

Uncategorized
mahujl e1526370368695 શનિજયંતિના દિવસે 12 રાશિના જાતકો આ રીતે દાન કરશે તો તેમને થશે આ લાભ

જેઠ માસની કૃષ્ણપક્ષ અમાસના દિવસે શનિજયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે 15 મે, 2018 ના રોજ છે. જ્યોતિષવિદ્યા મુજબ, શનિ કર્મ અને સેવાનું એક પરિબળ છે. જેનો અર્થ છે કે તે તમારી નોકરી અને વ્યવસાય સાથે સીધો સંબંધ ધરાવે છે. આ કારણોસર શનિની ચાલની અસર તમારી નોકરી અને વ્યવસાયમાં સફળતા અને ઉતાર-ચઢાવ દર્શાવે છે.

જ્યોતિષચાર્ય અનુસાર શનિ દેવ ભગવાન છે જે સરળતાથી ખુશ થતા નથી. જેની પર શનિની સાડાસાતી પનોતી ચાલી રહી છે. તે લોકો આ દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવી જોઇએ.

જ્યોતિષે આ બાબતે કેટલાક ઉપાય દર્શાવ્યા છે. આમ કરવાથી શનિ દેવની ભારે કૃપા રહેશે. કાળી ગાયની સેવા કરવાથી શનિ ખુશ રહેશે. ગરીબો, લાચાર અસહાય લોકોને કાળા ધાબળા, કાળા કપડાં દાન કરો. આ દિવસે ઉપવાસ કરો, શનિદેવના દશૅન કરી આશીર્વાદ મેળવો.

મેષ રાશિ

મેષ રાશીનો સ્વામી મંગળ ગ્રહ છે એટલે આ રાશિ અગ્નિ તત્ત્વની રાશિ છે મેષ રાશિના જાતકોએ તેમની કોઈપણ ઈચ્છા પૂર્ણ કરવામાં આવતા હોય તો શનિ જયંતિના દિવસે કોઈ ગરીબને તેલ અથવા મીઠુ દાન અવશ્ય કરો. તેથી તેમને સફળતા પ્રાપ્ત થશે.

વૃષભ રાશી

વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે અને તેની રાશિ તત્વો ભૂમિ છે.જ્યોતિષ અનુસાર શનિ જયંતિના દિવસે વૃષભ રાશિના જાતકો ગોળ અને ચણા નુ દાન જરૂરમદં ને કરે તો તેમના જીવનમાં સફળતાનો માર્ગ ખુલી જશે.

મિથુન રાશિ

મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે અને વાયુ તત્વની રાશિ છે મંગળવારે શનિ જયંતિ નો શુભ યોગ બની રહ્યો છે તેથી મિથુન રાશિવાળા લોકો ગરીબને કપડા અથવા અન્નદાન કરે તો તેમને શુભ ફળ પ્રાપ્ત થશે

કર્ક રાશી

કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે તેમજ તે જળ તત્વની રાશિ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચાલે છે.આ દિવસે કર્ક રાશીએ ગૌમાતાને લીલુ ઘાસ તેમજ કૂતરાને રોટલી આપવાથી તમારુ બગડી ગયેલું કામ પુરૂ થાય છે.

સિંહ રાશી

સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે.જ્યોતિષ અનુસાર શનિદેવની કૃપા મેળવવા ઈચ્છતા હોય તેમ જ સફળતા પ્રાપ્ત કરવા માગતા હોવ તો તમે તમારા ઘરની છત પર ખુલ્લા સ્થાન પર પક્ષીઓને દાણા તેમ જ પાણી અવશ્ય આપો એમ જ બુઝુર્ગોની સહાયતા કરવી.

કન્યા રાશિ

કન્યા રાશીનો સ્વામી બુધ છે કન્યા રાશિ ભુમિ તત્વની રાશિ છે દિવસે સનીદેવ ના આશીર્વાદ ઈચ્છતા હોવ તો કન્યા રાશિવાળા જાતકોએ ભિક્ષુક ને ચોખાનું દાન આપવુ.

તુલા રાશિ

તુલા રાશિનો સ્વામી શુક્ર છે તેમજ રાશિ તત્વો વાયુ છે ૧૫મી મે મંગળવારના દિવસે શનિ જયંતીનો ખાસ યોગ બની રહ્યો છે તેથી તુલા રાશિવાળા જાતકોએ ગરીબ ને અન્ન અને ફળ નુ દાન કરવું .જેથી તેમને સફળતા પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે અને જળ તત્વની રાશિ છે. તેથી આ રાશિના જાતકોએ પક્ષીઓને દાણા અને પાણી આપવુ તેમજ ગરીબો ને અન્નદાન કરવું શનિજયંતીના દિવસે શનિની કૃપા પ્રાપ્ત થશે.

ધનુ રાશિ

ધનુ રાશિના સ્વામી ગુરુ છે અને આ રાશિ અગ્નિ તત્વની રાશિ સેક્સ અને જયંતીના દિવસે દુર્લભ સંયોગ બની રહ્યો છે તેથી ધનુ રાશિના જાતકોએ બુઝુર્ગોની સહાયતા કરવી અને ગરીબ અને અન્ના દાન કરવો.

મકર રાશિ

મકર રાશિનો સ્વામી શનિ છે. સની રાશિ સ્વામી હોવાને કારણે આ શનિ જયંતિના દિવસે મકર રાશિના જાતકો માટે ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થશે તેથી મકર રાશિના જાતકોએ પક્ષીઓને લીલું ઘાસ ખવડાવો અને અન્ન આપો.

કુંભ રાશી

કુંભ રાશિનો સ્વામી શનિ છે તેમજ વાયુ તત્વની રાશિ છે સની જયંતીના દિવસે કુંભ રાશિવાળા જાતકોએ ગરીબોને મિઠાઈ આપવાથી તેમને શુભ ફળ પ્રાપ્ત થશે.

મીન રાશિ

રાશિનો સ્વામી ગુરૂ છે. મીન રાશિના જાતકો ભાવુક સ્વભાવ પ્રકારના હોય છે.આ  રાશિવાળા જાતકો ગરીબોને અન્ન દાન કરે તો તેમની ઉન્નતિ પ્રાપ્ત થશે.