Not Set/ મહારાષ્ટ્ર પોલીસકર્મી પર કોરોના કરી રહ્યુ છે તાંડવ, 1 હજારથી વધુ કોરોના પોઝિટિવ

દુનિયા હાલમાં કોરોના વાયરસ રોગચાળા સામે લડી રહી છે, ભારતમાં લોકડાઉન હોવા છતાં, કોરોના ચેપનાં કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં, નવા દર્દીઓ ખૂબ ઝડપથી વધી ગયા છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા ડેટા પ્રમાણે, દેશમાં કોરોના વાયરસનો આંકડો 78,003 પર પહોંચી ગયો છે. આ ખતરનાક કોવિડ-19 રોગચાળાને કારણે અત્યાર સુધી 2,549 લોકોનાં […]

India
d291001386d61533b5cb32ad4c8cfead 1 મહારાષ્ટ્ર પોલીસકર્મી પર કોરોના કરી રહ્યુ છે તાંડવ, 1 હજારથી વધુ કોરોના પોઝિટિવ

દુનિયા હાલમાં કોરોના વાયરસ રોગચાળા સામે લડી રહી છે, ભારતમાં લોકડાઉન હોવા છતાં, કોરોના ચેપનાં કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં, નવા દર્દીઓ ખૂબ ઝડપથી વધી ગયા છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા ડેટા પ્રમાણે, દેશમાં કોરોના વાયરસનો આંકડો 78,003 પર પહોંચી ગયો છે. આ ખતરનાક કોવિડ-19 રોગચાળાને કારણે અત્યાર સુધી 2,549 લોકોનાં મોત નીપજ્યાં છે. ત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાનાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. તાજા જાણકારી મુજબ મહારાષ્ટ્રમાં 1 હજારથી વધુ પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે.

મહારાષ્ટ્ર પોલીસનાં જણાવ્યા મુજબ રાજ્યમાં 1,001 પોલીસકર્મીઓને કોરોનાથી ચેપ લાગ્યો છે. તેમાંથી 851 સક્રિય કેસ છે, 142 લોકો ઠીક થયા છે અને 8 લોકોનાં મોત નીપજ્યાં છે. લોકડાઉન દરમિયાન પોલીસ પર હુમલાની 218 ઘટનાઓ બની છે અને આ માટે 770 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત છે, અહીં 25,000 થી વધુ કોરોના વાયરસનાં કેસ નોંધાયા છે, એકલા મુંબઈમાં જ 15,000 થી વધુ કેસ જોવા મળ્યા છે, પીટીઆઈ મુજબ, બુધવારે મહારાષ્ટ્રમાં 1,495 કેસ નોંધાયા હતા અને 54 લોકોએ પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે, રાજ્યમાં અત્યાર સુધી 25,922 કેસ નોંધાયા છે અને 975 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી જો આપણે દુનિયાની વાત કરીએ, તો કોરોના વાયરસને કારણે 2,98,083 લોકોનાં મોત નીપજ્યાં છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.