Not Set/ પંજાબ – હરિયાણામાં નવેમ્બર માસમાં પરાળી બાળવાની રેકોર્ડબ્રેક ઘટનાઓ

નાસા દ્વારા જારી કરવામાં આવેલા ડેટા પ્રમાણે પરાળી બાળવાની સિઝનની ગણતરી પહેલી ઓક્ટોબરથી ધ્યાને લેવામાં આવે છે. 2016માં સમગ્ર સિઝન દરમિયાન બન્ને રાજ્યોમાં….

Top Stories India
પંજાબ - હરિયાણામાં

અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસા દ્વારા જારી કરવામાં આવેલા સેટેલાઇટ અહેવાલ પ્રમાણે પંજાબ – હરિયાણામાં એક નવેમ્બરથી 13મી નવેમ્બર દરમિયાન પરાળી બાળવાની રેકોર્ડબ્રેક ઘટનાઓ નોંધાઇ છે.

આ પણ વાંચો :હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદના લીધે આ 7 રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અપાયા

પંજાબ – હરિયાણામાં એક નવેમ્બરથી 13મી નવેમ્બર દરમિયાન પરાળી બાળવાની રેકોર્ડબ્રેક ઘટનાઓ નોંધાઇ છે. પરાળી બાળવાની મોસમમાં બન્ને રાજ્યો દ્વારા સંયુક્ત રીતે 2012 બાદ સૌથી વધુ પરાળી આ વર્ષે બાળવામાં આવી છે. ગત 13 દિવસમાં બન્ને રાજ્યોમાં પરાળી બાળવાની 57,263 ઘટનાઓ નોંધાઇ છે.

નાસા દ્વારા જારી કરવામાં આવેલા ડેટા પ્રમાણે પરાળી બાળવાની સિઝનની ગણતરી પહેલી ઓક્ટોબરથી ધ્યાને લેવામાં આવે છે. 2016માં સમગ્ર સિઝન દરમિયાન બન્ને રાજ્યોમાં પરાળી બાળવાની કુલ 52,719 ઘટનાઓ નોંધાઇ હતી. જ્યારે નવેમ્બરના ગત 13 દિવસમાં જ કુ 57,263 ઘટનાઓ નોંધાઇ છે.

આ પણ વાંચો :રેલવેની રિઝર્વેશન સેવાની કામગીરી એક-સપ્તાહ સુધી છ-કલાક બંધ રહેશે

સિઝન દરમિયાન અત્યાર સુધીમાં  આવી 75,225 ઘટનાઓ નોંધાઇ છે, જે 2020ની કુલ ઘટનાઓમાંથી માત્ર 440 ઘટનાઓ ઓછી છે.  નાસાના માર્શલ સ્પેસ ફ્લેઇટ સેન્ટરના સીનિયર સાયન્ટિસ્ટ પવન ગુપ્તાનું કહેવું છે કે સેટેલાઇટ એનાલિસિસ પ્રમાણે પંજાબમાં ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં ઓછી પરાળી બાળવામાં આવી છે, જ્યારે હરિયાણાએ વર્ષ 2020 કરતા વધુ પરાળી બાળી નાંખી છે.

પરાળી બાળવાના કારણે દિલ્હીમાં પણ સૌતી ભયાનક અને જોખમી હવા પ્રદૂષણ ફેલાયું હતું. આ વર્ષે પણ પરાળી બાળવાની રેકોર્ડબ્રેક ઘટનાઓના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવા પ્રદૂષણ વધુ ઘેરૂં અને જોખમી બને તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો : આપકા બંટી ક્લાસિક માટે જાણીતા લેખક મન્નુ ભંડારીનું 90 વર્ષની વયે નિધન

આ પણ વાંચો :વાયુ પ્રદૂષણ મામલે હરિયાણાના 4 જિલ્લામાં શાળાઓ આ તારીખ સુધી બંધ રહેશે…

આ પણ વાંચો :રેલ્વે સ્ટેશનનું નામ કેવી રીતે બદલાય છે, ફેરફાર કર્યા પછી શું પ્રક્રિયા થાય છે અને સાઈનબોર્ડ માટે સ્પેલિંગ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? જાણો