Not Set/ “ષડયંત્ર કે બેજવાબદારી” : રાજસ્થાનમાં ચૂંટણી બાદ ગણતરીના કલાકોમાં હાઈવે પર મળ્યું EVM મશીન

જયપુર, છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં યોજાતી લોકસભા કે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાન બાદ EVM મશીનોમાં છેડછાડ કર્યા હોવાની ફરિયાદો સામે આવતી હોય છે. સત્તાધારી પક્ષ કે વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ મુદ્દે એકબીજા પર આરોપનો મારો ચલાવવામાં આવતો હોય છે. #WATCH: A ballot unit was found lying on road in Shahabad area of Kishanganj Assembly Constituency […]

Top Stories India Trending
1543722242 evm machine "ષડયંત્ર કે બેજવાબદારી" : રાજસ્થાનમાં ચૂંટણી બાદ ગણતરીના કલાકોમાં હાઈવે પર મળ્યું EVM મશીન

જયપુર,

છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં યોજાતી લોકસભા કે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાન બાદ EVM મશીનોમાં છેડછાડ કર્યા હોવાની ફરિયાદો સામે આવતી હોય છે. સત્તાધારી પક્ષ કે વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ મુદ્દે એકબીજા પર આરોપનો મારો ચલાવવામાં આવતો હોય છે.

આ જ પ્રકારે શુકવારે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં યોજાયેલા દિવસભરના વોટિંગ બાદ ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં કેદ થઇ ગયું છે, પરંતુ આ વચ્ચે બારાં જિલ્લાના હાઈવે પર એક ઉપયોગમાં લેવામાં આવેલું એક સિલબંધ EVM મશીન મળી આવ્યું છે, જેને લઈને હવે ચૂંટણીપંચના અધિકારીઓની જવાબદારી તેમજ ગોપનિયતા અંગે સવાલો ઉભા થઇ રહ્યા છે.

જો કે ત્યારબાદ ચૂંટણીપંચ દ્વારા બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

એક રિપોર્ટ મુજબ, બારાં જિલ્લાના મુગાવલી પાસે શુક્રવાર સાંજે હાઈવે નંબર ૨૭ પર એક EVM મશીન શંકાસ્પદ હાલતમાંમળ્યું હતું. આ મશીન પર સીલ લાગેલું હતું, જેથી સામે આવે છે કે, આ મશીનનો ઉપયોગ ૭ડિસેમ્બરના રોજ થયેલા વોટિંગ દરમિયાન થયો છે.

પોલીસે જપ્ત કર્યું EVM મશીન

હાઈવે પર પડેલા EVM મશીનને લઇ સ્થાનિક લોકોએ આ અંગેની જાણકારી પોલીસને કરી હતી. ત્યારબાદ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મશીન જપ્ત કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારના રોજ રાજસ્થાન વિધાનસભાની કુલ ૧૯૯ સીટો માટે મતદાન યોજાયું હતું, જેમાં ઇલેકશન કમિશનના આંકડા મુજબ ૭૨.૬૨ ટકા મતદાન થયું હતું.