બનાસકાંઠા/ આ ગામમાં પાંચ વર્ષ પહેલા આવેલા પૂરના પાણી હજુ પણ ઓસર્યા નથી, લોકો ઘર છોડી સીમમાં રહેવા મજબૂર

2017 માં આવેલ પુર આજે પણ નાગલા ગામે ન ઓસરતા પાંચ વર્ષ બાદ પણ ગામ લોકો સિમ માં રહેવા મજબુર નાગલા ગામ લોકો નો પોકાર કે અમારે પણ ધર પર ત્રિરંગો લહેરાવવો છે પણ કમનસીબે ધર નથી…..

Top Stories Gujarat Others
Untitled.png5632489 2 આ ગામમાં પાંચ વર્ષ પહેલા આવેલા પૂરના પાણી હજુ પણ ઓસર્યા નથી, લોકો ઘર છોડી સીમમાં રહેવા મજબૂર

બનાસકાંઠા જિલ્લા માં 2015 અને 2017 માં આવેલા પુર એ વિનાશ વેરયો હતો. ધાનેરા અને થરાદ તાલુકામાં પુરની યાદ હજુ પણ યથાવત છે. આને આજે પણ લોકો પોતાના પાણીમાં ડૂબેલા ઘર જોઈ નિસાસા નાખી રહ્યા છે. પરંતુ સમય જતા લોકો દર્દ ભૂલી ગયા પણ કર્મની કઠીનાઈ એ છે કે થરાદના નાગલા સહિત અન્ય બે ગામ આજે પણ પુરના કારણે ધર વિહોણા જોવા મળી રહ્યા છે.

n8 આ ગામમાં પાંચ વર્ષ પહેલા આવેલા પૂરના પાણી હજુ પણ ઓસર્યા નથી, લોકો ઘર છોડી સીમમાં રહેવા મજબૂર

પુરને પાંચ-પાંચ વર્ષનો સમય વીતી ગયો પણ પાણી હજુ પણ ઓસર્યા નથી. પરિણામે ગામના 400 લોકો ગામ ની સિમ માં રહેવા મજબુર છે અનેક દાવા વચનો સાંભળ્યા પણ સ્થાનિકોને કોઇ જ નક્કર પરિણામ આજ સુધી મળ્યું નથી. પાંચ વર્ષથી ઉપર આભ અને નીચે જમીનમાં  રહેવા મજબુર બન્યા છે.

n7 આ ગામમાં પાંચ વર્ષ પહેલા આવેલા પૂરના પાણી હજુ પણ ઓસર્યા નથી, લોકો ઘર છોડી સીમમાં રહેવા મજબૂર

નાગલા ગામને પુર એ ચારેબાજુએ ઘેરી લેતા લોકો જીવ બચાવવા ધર ગામ છોડી ને બહાર નીકળી ગયા હતા.  સામાજિક અને અન્ય સંગઠન દ્વારા ખૂબ જ હાડમારી સાથે સમય પસાર કર્યો.  પુરના સમયે પરિસ્થિતિ જોઈ તત્કાલીન સી.એમ આનંદી બેન પટેલ અને વિજય રૂપાણી એ ગામને પુનઃ વસન કરાવવાની ખાતરી અપાઈ હતી.

n6 આ ગામમાં પાંચ વર્ષ પહેલા આવેલા પૂરના પાણી હજુ પણ ઓસર્યા નથી, લોકો ઘર છોડી સીમમાં રહેવા મજબૂર

સરકાર બદલાઈ વચનો બદલાઈ ગયા.  પણ ન બદલાઈ ગામની તાસીર.  ઉંમરલાયક મહિલાની વેદના સાંભળીને આજે પણ આંખે પાણી આવી જાય એવી પરિસ્થિતિ છે. વારંવાર રજુઆત છતાં નધરોળ તંત્ર નિદ્રામાં રહેતા લોકો એ જ સરકાર પાસે અપેક્ષા છોડી દીધી છે,  કારણ કે ગામ લોકો કહી રહ્યા છે  અમે પણ મતદાર છીએ અમારો પણ હક છે છતાં સરકાર તેમની ફરજ ન નિભાવી ને અમને ભિખારી કરતા બદતર હાલત માં છોડી દીધા છે.  ત્યારે આજે આંખ ભરાઈ જાય છે.

n6 આ ગામમાં પાંચ વર્ષ પહેલા આવેલા પૂરના પાણી હજુ પણ ઓસર્યા નથી, લોકો ઘર છોડી સીમમાં રહેવા મજબૂર

નાગલા ગામ ખાતે મંતવ્ય ન્યૂઝ એ રિયાલિટી ચેક કરી છે. ઘણા ધર સુધી પાણી માંથી પસાર થઈ ને રિપોટીંગ કર્યું છે. અમારે કોઈ રાજકીય પક્ષ કે સરકાર કે તંત્ર ને નીચું નથી દેખાડવું પણ સત્ય બતાવવું છે. કારણ કે થરાદ માં બે ધારાસભ્ય બદલાઈ ગયા॰ ગુજરાત ના બે સી એમ બદલાઈ ગયા. પણ નાગલા ગામ તરફ ધ્યાન ન આપ્યું.

n5 આ ગામમાં પાંચ વર્ષ પહેલા આવેલા પૂરના પાણી હજુ પણ ઓસર્યા નથી, લોકો ઘર છોડી સીમમાં રહેવા મજબૂર

હર હમેશ પોતાને પ્રજા ના પ્રતિનિધિ માનતા નેતાઓ એ વિચારવાનો સમય આવી ગયો છે કે નાગલા ની સમસ્યા ને વાચા આપવામાં ક્યાં ચૂક થઈ ? આજે પણ ધર ની આજુબાજુ પાણી છે અને લોકો સિમ માં રહે છે પાંચ વર્ષ થી ધરનું મકાન છોડી સિમ માં છાપરું બાંધી ને રહેવું કેવું કપરું હોય, એની વ્યથા તો જે ત્યાં રહે તે જ સમજી શકે.

n4 આ ગામમાં પાંચ વર્ષ પહેલા આવેલા પૂરના પાણી હજુ પણ ઓસર્યા નથી, લોકો ઘર છોડી સીમમાં રહેવા મજબૂર

રાજકારણ રાજકારણ ની રીતે હોય પણ સંવેદનાના દાવા કરતી સરકાર આજે નાગલા ગામ માટે કેમ સંવેદનહીન  બની એ ચર્ચાતો સવાલ છે ધર ની પરિસ્થિતિ કથળી જતા આર્થિક અને સામાજિક માળખું ખોરવાયુ છે. રીત રિવાજ જળવતા નથી દીકરીઓ ને પણ માં બાપ ખાલી હાથે મૂકી શકતા નથી. પોતાના માંબાપ ને જ્હોજલાતી હતી પણ પુર પછી ની દશા અને દિશા બદલાઈ જતા દીકરીઓ પણ રડતી જોવા મળી રહી છે. કારણ કે આ દિવસે કેમ પસાર કરવા પાંચપાંચ વર્ષ નો સમય વીતવા છતાં ધર છોડી ને સિમ માં રહેવું પડે એનાથી વિશેષ કઈ મજબૂરી હોય નાગલા ગામની ઉંમરલાયક મહિલાની વાતો કરતી વખતે આંસુ જ પુરવાર કરી દે છે કે શું  છે ગામ ની સાચી તાસીર.

n1 આ ગામમાં પાંચ વર્ષ પહેલા આવેલા પૂરના પાણી હજુ પણ ઓસર્યા નથી, લોકો ઘર છોડી સીમમાં રહેવા મજબૂર

નાગલા ગામ થરાદ થી 10 km ના અંતરે છે બનાસકાંઠા સાંસદ પણ થરાદ ના છે.  જેઓ રાજ્ય સરકારના મંત્રી પણ હતા. ધારાસભ્ય કોંગ્રેસ ના છે પણ એક્ટિવ છે. છતાં ભાજપ-કોંગ્રેસ ના આગેવાનો નાગલા ની મુશ્કેલી પર નજર નાખતા નથી. નાગલા ના લોકો જાણે મતદારો જ નથી એવી સ્થિતિ છે સ્થાનિકો એ ભાજપ કોંગ્રેસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ને વારંવાર લેખિત અને મૌખિક રજુઆત કરી છે. પણ એક બીજા ને ખો આપી ને પુર પીડિતો ને ભગવાન ભરોસે છોડી દીધા છે. આજે ગામ ના 400 લોકો ધર વિહોણા છે. સતત મોત માથે લઈ ને ગામ ની સિમ માં પરિવારો જીવી રહ્યા છે. કારણ કે આ પરિસ્થિતિ માં કોઈ સાંભળનાર એમનું નથી એવું દર્દ સામે આવ્યું છે.  સરકારે ધર ધર ત્રિરંગા ફરકાવવાની વાત કરી ત્યારે ગામ લોકો કહી રહ્યા છે કે અમારે તો ધર જ નથી અમે ક્યાં ફરકાવવી એ અમારો રાષ્ટ્ર ધ્વજ….

નાગલા ની આજુબાજુ ના બે ગામ ની પણ પરિસ્થિતિ એ જ છે.  ખેતરો જાણે દરિયો બની ગયા છે. ધર સુધી જવાતું નથી સતત પાંચ વર્ષ બાદ પણ એ જ સ્થિતિ છે દર ચૂંટણી માં યોગ્ય કરવાની ખાતરી આપતા આજે અનેક આગેવાન ચૂપ થઈ જતા પુર પીડિતો પણ મુંજવણ માં છે કે નજરે જોઈ ને ગયેલા બન્ને સી.એમ પણ કઈ ન કરી શક્યા તો બીજા પાસે કઈ અપેક્ષા હશે અમારા આવા નસીબ લખાયા હશે એ વિચાર સાથે 400 પરિવાર સિમ માં જીવન ગુજરાવા મજબુર જ છે….

CWG 2022/ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓએ જમાવ્યું પ્રભુત્વ, જીત્યા આટલા બધા મેડલ