Rajkot/ રાજકોટના જેતપુરમાં ભેદી ધડાકા સાથે ધરા ધ્રુજી

રાજકોટના જેતપુર વિસ્તારમાં ભેદી ધડાકા સાથે ધરા ધુજી ઉઠી હતી. ચાંપરાજપુર, જેતલસર, ખીરસરા ગામમાં ભેદી ધડાકા સંભળાયા….

Gujarat Trending

Rajkot News: રાજકોટના જેતપુર વિસ્તારમાં ભેદી ધડાકા સાથે ધરા ધુજી ઉઠી હતી. ચાંપરાજપુર, જેતલસર, ખીરસરા ગામમાં ભેદી ધડાકા સંભળાયા છે. ભેદી ધડાકાથી લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. આ મામલે ટીડીઓએ તલાટીઓ પાસે રિપોર્ટ મંગાવ્યો છે.

રાજકોટ જીલ્લામાં આજે ચાંપરાજપુર,જેતલસર, ખીરસરા ગામડાઓમાં ભેદી ધડાકો થયા હોવાનું માલૂમ પડ્યું છે. ભેદી ધડાકાથી લોકો ભયભીત થયા હતા. ઘરના બારી દરવાજા અને છતના પતરા ધ્રુજી ઉઠ્યાં હોવાનું જાણવા મળ્યું છે. મોટા ભાગના ગામડાઓમાં ભેદી ધડાકા થયા હતા. તાલુકા વિકાસ અધિકારીએ ભેદી ધડાકા અંગે તલાટીઓ પાસે રિપોર્ટ મંગાવ્યો છે. બાદમાં વધુ તપાસ હાથ ધરશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો

આ પણ વાંચોઃ મોરબીમાં ફરી એકવાર સીરપનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચોઃ હોસ્પિટલમાં શાંતિ દાખવવાને બદલે મારામારી થઈ રહ્યાની ઘટના