Not Set/ #JammuKashmir/ કુલગામમાં મોડી રાત્રે આતંકવાદીઓ અને સેના વચ્ચે શરૂ થયું એન્કાઉન્ટર

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓની હિલચાલ વધી રહી છે. કુલગામમાં ફરી એકવાર સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. એએનઆઈ અનુસાર, કુલગામનાં યમરચ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે આતંકવાદીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સેનાને આ વિસ્તારમાં આતંકવાદીઓનાં છુપાયેલા હોવાની જાણકારી મળી હતી, ત્યારબાદ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ ફોર્સે આ વિસ્તારની ઘેરાબંધી શરૂ […]

India
7d05569372ff0bc0d26db15a8c04361c 1 #JammuKashmir/ કુલગામમાં મોડી રાત્રે આતંકવાદીઓ અને સેના વચ્ચે શરૂ થયું એન્કાઉન્ટર

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓની હિલચાલ વધી રહી છે. કુલગામમાં ફરી એકવાર સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. એએનઆઈ અનુસાર, કુલગામનાં યમરચ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે આતંકવાદીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું.

સેનાને આ વિસ્તારમાં આતંકવાદીઓનાં છુપાયેલા હોવાની જાણકારી મળી હતી, ત્યારબાદ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ ફોર્સે આ વિસ્તારની ઘેરાબંધી શરૂ કરી હતી. સેનાને જોઇને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. એન્કાઉન્ટરનાં સ્થળે પોલીસની સાથે સુરક્ષા દળો પણ હાજર છે. કાશ્મીર ઝોન પોલીસે આ માહિતી આપી છે. એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ આસપાસનાં વિસ્તારને ઘેરી લીધો હતો.

કુલગામ ઉપરાંત જમ્મુ-કાશ્મીરનાં કઠુઆ જિલ્લામાં સૈન્ય છુપાયેલા હોવાનું જાણવા મળ્યું છે, ત્યારબાદ શંકાસ્પદ લોકોને કોર્ડન કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેટલાક લોકોએ બાની તહસીલનાં સેન્ડ્રૂન ફોરેસ્ટ વિસ્તારમાંથી પસાર થતા શંકાસ્પદ લોકોને જોયા હતા, જોની સૂચના મળતા જ પોલીસ અને સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આપને જણાવી દઈએ કે, સેના સાથેનાં તાજેતરનાં એન્કાઉન્ટરમાં કાશ્મીરનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને હિઝબુલ મુજાહિદ્દીનનો ટોચનો કમાન્ડર રિયાઝ નાયકુ માર્યો ગયો હતો. પુલવામામાં એન્કાઉન્ટરમાં સૈન્યનો જવાનોએ તેની ઠાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.