Good News!/ કોરોના હવે સામાન્ય બિમારી બની જશેઃ AIIMS ડાયરેક્ટર

કોરોના વાયરસ જલ્દી જ સામાન્ય ફ્લૂ એટલે કે સાધારણ ખાસી, શરદીની જેમ જ થઇ જશે કારણ કે લોકોમાં હવે આ વાયરસની વિરુદ્ધ ઇમ્યુનિટી તૈયાર થઇ ચુકી છે.

Top Stories India
11 130 કોરોના હવે સામાન્ય બિમારી બની જશેઃ AIIMS ડાયરેક્ટર
  • કોરોના મહામારી મુદ્દે રાહતનાં સમાચાર
  • કોરોના હવે મહામારી નહીં રહે
  • કોરોના સામાન્ય બિમારી બની જશે
  • દિલ્હી એઇમ્સ ડિરેકટરનું મોટું નિવેદન
  • રણદીપ ગુલેરિયાએ આપ્યું નિવેદન
  • દરેક વ્યકિતને વેક્સિન લેવા જણાવ્યું
  • કોવિડ ગાઇડલાઇનનાં પાલનનો કર્યો નિર્દેશ
  • ફ્લૂ-સાધારણ ખાંસી શરદી જેમ રહેશે કોરોના

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ખૂબ જ નબળી પડી ગઈ છે. વાયરસથી સંક્રમણનાં દૈનિક કેસો સતત ઘટી રહ્યા છે. મંગળવારે, સંક્રમણનાં 26 હજાર કેસ નોંધાયા હતા અને આ સાથે 252 મૃત્યુ નોંધાયા હતા. આ પછી, દિલ્હી એઇમ્સનાં ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાનાં જણાવ્યા અનુસાર, કોરોના વાયરસ હવે રોગચાળો નથી. જો કે, તેમણે ચેતવણી આપી હતી કે ભારતમાં દરેક વ્યક્તિને વેક્સિન ન મળે ત્યાં સુધી જાગૃત રહેવાની જરૂર છે.

આ પણ વાંચો – ગાંધીનગર / ગુજરાત ભાજપમાં આંતરિક કલહ જગ જાહેર, આ નેતાએ નીતિન પટેલને ગણાવ્યા નકામા

તેમણે ખાસ કરીને દરેકને, તહેવારોમાં વધુ ભીડ ટાળવાની સલાહ આપી છે. જો લોકો સાવચેત રહે, તો કોરોના સંક્રમણનાં કેસો ધીમે ધીમે ઘટતા રહેશે. તેમણે કહ્યું કે, દેશમાં કોરોના ક્યારેય સંપૂર્ણ રીતે ખતમ થશે નહીં. ભારતમાં થઈ રહેલી ઝડપી રસીકરણને જોતા, કોરોના માટે મહામારીનું સ્વરૂપ લેવું અથવા મોટા પાયે ફેલાવું મુશ્કેલ છે. AIIMS નાં ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે, કોરોના વાયરસ જલ્દી જ સામાન્ય ફ્લૂ એટલે કે સાધારણ ખાસી, શરદીની જેમ જ થઇ જશે કારણ કે લોકોમાં હવે આ વાયરસની વિરુદ્ધ ઇમ્યુનિટી તૈયાર થઇ ચુકી છે. પરંતુ બીમાર અને નબળી ઇમ્યુનિટીવાળા લોકોને આ બિમારીથી જીવનું જોખમ બની રહેશે.

આ પણ વાંચો – શ્રીનગર / ભાજપનાં કાર્યકાળમાં હિન્દુઓ નહીં પણ સમગ્ર દેશ અને લોકતંત્ર જોખમમાં છેઃ મહેબૂબા મુફ્તી

ડો.ગુલેરિયાએ કહ્યું કે, ભારતમાં પ્રાથમિકતા એ છે કે તમામ લોકોને રસીનાં બંને ડોઝ મળવા જોઈએ, બાળકોને પણ રસી મળવી જોઈએ. ત્યારે જ બૂસ્ટર ડોઝ પર ભાર મૂકવો જોઈએ. તેમણે કહ્યું કે થોડા સમય પછી, ખૂબ બિમાર, વૃદ્ધો અથવા નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને બૂસ્ટર ડોઝ આપી શકાય છે. તે પણ જરૂરી નથી કે બૂસ્ટર એ જ રસીનું હોવું જોઈએ જે પહેલા કોઈએ લગાવી હોય. નવી રસી મેળવીને બૂસ્ટર પણ કરી શકાય છે, જો કે આ અંગે પહેલા એક નીતિ બનાવવામાં આવશે. ગુલેરિયાએ કહ્યું કે કેટલાક લોકોને બૂસ્ટર ડોઝની જરૂર પડી શકે છે. આ બૂસ્ટરનો ઉપયોગ અન્ય રસીઓ માટે પણ થઈ શકે છે. પરંતુ આ અંગે નિર્ણય લેવામાં આવશે, દરેક વ્યક્તિએ પહેલા રસી લેવી જરૂરી છે, ત્યારબાદ બૂસ્ટરનો વારો આવશે.