કાર અકસ્માત/ મરાઠી અભિનેત્રી ઈશ્વરી દેશપાંડે અને તેના બોયફ્રેન્ડનું કાર અકસ્માતમાં મોત

અભિનેત્રી ઈશ્વરી દેશપાંડે નું 21 સપ્ટેમ્બરે ગોવામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી તેના મિત્ર શુભમ દાદગે સાથે ફરવા ગઈ હતી,

Entertainment
ઈશ્વરી દેશપાંડે

હિન્દી અને મરાઠી નાટકોમાં કામ કરી ચુકેલી 25 વર્ષીય અભિનેત્રી ઈશ્વરી દેશપાંડે નું 21 સપ્ટેમ્બરે ગોવામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી તેના મિત્ર શુભમ દાદગે સાથે ફરવા ગઈ હતી, અભિનેત્રી સાથે તેના મિત્રએ પણ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, કાર અકસ્માત બારડેજ તાલુકા નજીક અરપોરા ખાતે સવારે 5:30 વાગ્યે થયો હતો. અંજુના પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સૂરજ ગવસે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હોવાથી આ અકસ્માત સર્જાયો હતો.

a 290 મરાઠી અભિનેત્રી ઈશ્વરી દેશપાંડે અને તેના બોયફ્રેન્ડનું કાર અકસ્માતમાં મોત

આ પણ વાંચો :શ્રીદેવીના સુપરહિટ સોંગ પર પાકિસ્તાની એક્ટ્રેસ આયજા ખાને કર્યો ડાન્સ, જુઓ

આ કેસ વિશે વાત કરતા ઈન્સ્પેક્ટર સૂરજ ગવસે જણાવ્યું હતું કે, “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હોવાથી અકસ્માત થયો હતો. કાબૂ ગુમાવ્યા પછી, કાર સામેની પાંખ ઓળંગી અને એક નાની ખાડીમાં પડી. આ બાબતની જાણ સવારે 7 વાગ્યે ફાયર વિભાગને કરવામાં આવી હતી. સ્થળ પર પહોંચીને તેઓએ કાર બહાર કાઢી જેમાં બે મૃતદેહ પણ મળી આવ્યા હતા.

a 289 મરાઠી અભિનેત્રી ઈશ્વરી દેશપાંડે અને તેના બોયફ્રેન્ડનું કાર અકસ્માતમાં મોત

પોલીસને બંને મૃતકના હાથમાં રિસ્ટબેન્ડ મળ્યા છે. પોલીસનું માનવું છે કે અકસ્માતની આગલી રાતે તે એક ક્લબમાં ગયો હતો. શુભમ દેગડે પુણેના કિર્કટવાડી વિસ્તારનો રહેવાસી હતો, જ્યારે ઈશ્વરી દેશપાંડે પણ પુણેમાં રહેતી હતી. દુર્ઘટનાની માહિતી મળતાં જ બંનેના પરિવારજનો પુણેથી ગોવા પહોંચી ગયા હતા.

આ પણ વાંચો :શું ‘રાધે શ્યામ’ના સેટ પર પ્રભાસ અને પૂજા હેગડે વચ્ચે થયો ઝગડો? મેકર્સે જણાવી હકીકત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી ઈશ્વરી દેશપાંડે અને શુભમ દેગડે છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. કહેવાય છે કે, બંને એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતા. દોસ્તીથી શરૂ થયેલો આ સંબંધ ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ ગયો. કહેવામાં આવી રહ્યું છે કે આવતા મહિને બંનેની સગાઈ થવાની હતી, પરંતુ નવા જીવનની શરૂઆત પહેલા તેમનું જીવન આ રીતે જીવન સમાપ્ત થઈ ગયું.

a 291 મરાઠી અભિનેત્રી ઈશ્વરી દેશપાંડે અને તેના બોયફ્રેન્ડનું કાર અકસ્માતમાં મોત

ઈશ્વરી દેશપાંડે જાણીતી મરાઠી અભિનેત્રી હતી, અને તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં ઈશ્વરી હિન્દી અને મરાઠી ફિલ્મમાં કામ કરી રહી હતી. તેમની મરાઠી ફિલ્મનું શૂટિંગ લગભગ પૂરું થઈ ગયું હતું અને ટૂંક સમયમાં જ આ ફિલ્મ સિનેમાના પડદે રિલીઝ થવાની હતી.

આ પણ વાંચો :આલિયા ભટ્ટની કન્યાદાન એડ પર ભડકી કંગના રનૌત, કહ્યું – વસ્તુ વેચવા ધર્મનો ઉપયોગ ના કરો

આ પણ વાંચો :Video / એવું તો શું થયું કે રિતેશ દેશમુખે જિમ ટ્રેનર સામે હાથ જોડીને કહ્યું – મને ઘરે જવા દો…

આ પણ વાંચો :KBC શોમાં બીગ બી અમિતાભે અચાનક કહી દીધું આ શો બંધ કરી દો, પછી