અભિનેતા પ્રભાસ દક્ષિણથી બોલિવૂડ સુધીના ચાહકોના દિલમાં રાજ કરે છે. પ્રભાસની દરેક ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રભાસ અને પૂજા હેગડે ટૂંક સમયમાં રોમેન્ટિક ડ્રામા ફિલ્મ રાધે શ્યામ માં જોવા મળશે. તાજેતરમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે બંને વચ્ચે થોડો ઝઘડો થયો છે. હવે નિર્માતાઓએ આ આરોપો પર પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો :આલિયા ભટ્ટની કન્યાદાન એડ પર ભડકી કંગના રનૌત, કહ્યું – વસ્તુ વેચવા ધર્મનો ઉપયોગ ના કરો
ચર્ચા હતી કે ‘બાહુબલી’ સ્ટાર ફિલ્મની મુખ્ય અભિનેત્રી પૂજાના અનપ્રોફેશનલ વર્તનથી નાખુશ છે. હવે આ અંગે નિવેદન જારી કરતા મેકર્સએ કહ્યું કે, ‘આ અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. પ્રભાસ અને પૂજા એકબીજા માટે ઘણો આદર ધરાવે છે. એટલું જ નહીં, તેમની ઓફસ્ક્રીન કેમિસ્ટ્રી ઉત્તમ છે અને તેમની ઓનસ્ક્રીન જોડી પણ મેજિકલ થવા જી રહી છે.
આ પણ વાંચો :Video / એવું તો શું થયું કે રિતેશ દેશમુખે જિમ ટ્રેનર સામે હાથ જોડીને કહ્યું – મને ઘરે જવા દો…
યુવી ક્રિએશન્સે પૂજાના સેટ પર મોડા પડવાની આદત અંગેના અહેવાલોને પણ રદિયો આપ્યો હતો. નિર્માતાઓએ કહ્યું, ‘તે હંમેશા શૂટિંગ માટે સમયસર રહી છે.’ તે જ સમયે, સેટ પર પૂજાના ખરાબ વર્તનના અહેવાલો પર, નિર્માતાઓએ કહ્યું, ‘પૂજા સાથે કામ કરવું સરળ છે. આ સમાચાર કાલ્પનિક છે. મુખ્ય કલાકારો વચ્ચે બધુ બરાબર છે અને આખી ટીમ દર્શકો માટે એક અનુભવ લાવી રહી છે જે તેઓ ક્યારેય ભૂલશે નહીં.
આ પણ વાંચો : KBC શોમાં બીગ બી અમિતાભે અચાનક કહી દીધું આ શો બંધ કરી દો, પછી
આપને જણાવી દઈએ કે, ડિરેક્ટર રાધા કૃષ્ણ કુમારની આ લવ સ્ટોરી ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. 1970 ના દાયકાના યુરોપમાં પ્રભાસ અને પૂજા એવા અવતારમાં જોવા મળશે જે તમે પહેલા જોયા નથી. આ ફિલ્મ 14 જાન્યુઆરી 2022 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો :સસ્પેન્સ, થ્રિલર અને કોમેડી સાથે છેલ્લી મિનીટ સુધી જકડી રાખતી ફિલ્મ એટલે ધુંઆધાર
આ પણ વાંચો :પાયલ ઘોષ પર અજાણ્યા હુમલાખોરોએ કર્યો એસિડ અટેકનો પ્રયાસ, વીડિયોમાં સંભળાવી કહાની
