Not Set/ ભાજપના જ આ સાંસદે PM મોદી પર ફોડ્યો બોમ્બ, કહ્યું, “રાફેલ ડીલ અંગે જો ભૂલ થઇ છે તો પીએમ માંફી માંગે”

પટના, છેલ્લા કેટલાક સમયથી રાફેલ ડીલ વિવાદના મુદ્દે દેશના રાજકારણમાં જાણે રાજકીય ભૂકંપ આવ્યો હોય તે જોવા મળી રહ્યું છે. રાફેલ ફાઈટર પ્લેનની ડીલ અંગે એકબાજુ જ્યાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા વર્તમાન મોદી સરકાર અને પીમ મોદી પર સતત આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે પોતાની જ પાર્ટી ભાજપના સાંસદ દ્વારા વડાપ્રધાન મોદી […]

Top Stories India Trending
rafale deal 2 ભાજપના જ આ સાંસદે PM મોદી પર ફોડ્યો બોમ્બ, કહ્યું, "રાફેલ ડીલ અંગે જો ભૂલ થઇ છે તો પીએમ માંફી માંગે"

પટના,

છેલ્લા કેટલાક સમયથી રાફેલ ડીલ વિવાદના મુદ્દે દેશના રાજકારણમાં જાણે રાજકીય ભૂકંપ આવ્યો હોય તે જોવા મળી રહ્યું છે. રાફેલ ફાઈટર પ્લેનની ડીલ અંગે એકબાજુ જ્યાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા વર્તમાન મોદી સરકાર અને પીમ મોદી પર સતત આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે પોતાની જ પાર્ટી ભાજપના સાંસદ દ્વારા વડાપ્રધાન મોદી પાર નિશાન સાધવામાં આવ્યું છે.

maxresdefault 9 ભાજપના જ આ સાંસદે PM મોદી પર ફોડ્યો બોમ્બ, કહ્યું, "રાફેલ ડીલ અંગે જો ભૂલ થઇ છે તો પીએમ માંફી માંગે"
national-bjp-mp-shatrughan-sinha-rafale-deal-narendra-modi-rahul-gandhi-congress-public-sorry

વડાપ્રધાનને દેશ સાથે માફી માંગવી જોઈએ : સિન્હા

ભારતીય જનતા પાર્ટીના બાગી સાંસદ શત્રુઘ્ન સિંન્હાએ પ્રધાનમંત્રી પર હુમલો બોલતા કહ્યું છે કે, “પીએમ મોદીને પોતે વિપક્ષના સવાલોનો જવાબ આપવો જોઈએ. સાથે સાથે સિન્હાએ વડાપ્રધાનને દેશ સાથે માફી માંગવા માટેની પણ સલાહ આપી છે.

modi shatru 10 7 1506702422 259991 khaskhabar ભાજપના જ આ સાંસદે PM મોદી પર ફોડ્યો બોમ્બ, કહ્યું, "રાફેલ ડીલ અંગે જો ભૂલ થઇ છે તો પીએમ માંફી માંગે"
national-bjp-mp-shatrughan-sinha-rafale-deal-narendra-modi-rahul-gandhi-congress-public-sorry

શત્રુઘ્ન સિંહાએ વધુમાં જણાવ્યું હતું કે, “સત્તા પક્ષના જે લોકો રાફેલ ડીલ મામલે બોલી રહ્યા છે, તેઓને શું ખબર છે કે, ડીલ દરમિયાન જ શું થયું હતું. અમે લોકો પોતાનામારા પ્રધાનમંત્રીને જોઈ રહ્યા છે. તેઓ જે બોલી રહ્યા છે, એ તેઓની સાથે મજબૂરી છે. આજે અમે મંત્રીમંડળમાં જો હોત તો અમે પણ સરકારના ગુણગાન ગાતા હોત”.

આ મામલો સત્ય અને પારદર્શકતાનો છે

પટનામાં બીજેપીના બાગી સાંસદે કહ્યું હતું કે, આ મામલો સત્ય અને પારદર્શકતાનો છે તેમજ દેશની અસ્મિતા અને ડિફેન્સ સુરક્ષા સાથે જોડાયેલો છે. અમારી જય હિન્દની સેના જોઈ રહી છે કે, આ કેમ થયું ?. આટલું મોટું બવંદર કેમ થયું ? આ પાછળનો તર્ક શું છે”.

ભૂલ થઇ છે તો પીએમ માંફી માંગે

તેઓએ વધુમાં કહ્યું હતું કે, “પીએમ મોદી બધાની સામે આવીને ખુલાસો કરે. મારી અપીલ છે કે, જો કોઈ જગ્યાએ ભૂલ થઇ છે તો પીએમ માંફી માંગે. સોરી બોલવામાં અમે નાના નહિ થઇ જઈએ. પરંતુ જો અમે સોરી બોલી દઈશું તો, અમે મોટા થઇ જઈશું”.

રાફેલ ડીલ અંગે પૂર્વ ફ્રાંસીસી રાષ્ટ્રપતિએ કર્યો હતો સ્ફોટક ખુલાસો

modihollande 1 1 ભાજપના જ આ સાંસદે PM મોદી પર ફોડ્યો બોમ્બ, કહ્યું, "રાફેલ ડીલ અંગે જો ભૂલ થઇ છે તો પીએમ માંફી માંગે"
national-bjp-mp-shatrughan-sinha-rafale-deal-narendra-modi-rahul-gandhi-congress-public-sorry

મહત્વનું છે કે, હાલમાં જ રાફેલ ડીલ અંગે પૂર્વ ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ દ્વારા એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું હતું કે, “અબજો ડોલરના આ સોદામાં ભારત સરકારે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સને દસોલ્ટ એવિએશનના ભાગીદાર બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો”.

વડપ્રધાને સ્પષ્ટતા કરવી જોઈએ : રાહુલ ગાંધી

Rahul Gandhi and Narendra Modi 2 ભાજપના જ આ સાંસદે PM મોદી પર ફોડ્યો બોમ્બ, કહ્યું, "રાફેલ ડીલ અંગે જો ભૂલ થઇ છે તો પીએમ માંફી માંગે"
national-bjp-mp-shatrughan-sinha-rafale-deal-narendra-modi-rahul-gandhi-congress-public-sorry

ફ્રાંસ્વા ઓલાંદના આ નિવેદન બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પીએમ મોદી પર હુમલો વધુ તેજ બનાવવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ પીએમ પર હુમલો કહ્યું હતું કે, ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, અનિલ અંબાણીની કંપનીને પસંદ કરવામાં તેમની કોઈ ભૂમિકા ન હતી, પરંતુ અનિલ અંબાણીને જે હજારો કરોડો રૂપિયાની ડીલ મળી છે, તે પીએમ નરેન્દ્ર મોદીના કહેવાથી આપવામાં આવ્યો હતો.

આ વાતનો મતલબ છે કે, ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિએ ભારતના વડાપ્રધાનને ચોર રહ્યા છે, ત્યારે હવે આ અંગે નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરવી જોઈએ”.