Not Set/ રિવરફ્રન્ટ પર પ્રેમી પંખીડાઓને કિસ કરવાની છૂટ, અશ્લિલ હરકતો પર થશે કાર્યવાહી

અમદાવાદમાં રિવરફર્ન્ટ પ્રેમી પંખીડાઓનાં રોમાન્સ માટે આદર્શ જગ્યા બની ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે. અહી ખાસ કરીને સાંજનાં સમયે પ્રેમી પંખીડાઓ વધુ જોવા મળતા હોય છે. જો કે આ સમયે ઘણા એવા પણ લોકો જોવા મળી જાય છે કે જે આ પ્રેમી પંખીડાઓની પજવણી કરતા હોય છે. અહી અંદાજે 22 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા રિવરફ્રન્ટ […]

Ahmedabad Top Stories Gujarat
hqdefault 10 રિવરફ્રન્ટ પર પ્રેમી પંખીડાઓને કિસ કરવાની છૂટ, અશ્લિલ હરકતો પર થશે કાર્યવાહી

અમદાવાદમાં રિવરફર્ન્ટ પ્રેમી પંખીડાઓનાં રોમાન્સ માટે આદર્શ જગ્યા બની ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે. અહી ખાસ કરીને સાંજનાં સમયે પ્રેમી પંખીડાઓ વધુ જોવા મળતા હોય છે. જો કે આ સમયે ઘણા એવા પણ લોકો જોવા મળી જાય છે કે જે આ પ્રેમી પંખીડાઓની પજવણી કરતા હોય છે. અહી અંદાજે 22 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા રિવરફ્રન્ટ પર છેડતીનાં કિસ્સામાં દેખાઇ રહેલા વધારાને જોતા સમગ્ર રિવરફ્રન્ટ પર 360 ડીગ્રી કેમેરા ગોઠવી દેવામાં આવશે. કેમેરાથી અહી 24/7 વોચ રાખવામાં આવશે. કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સેગવે અને બગી સહિત બે હાઇસ્પિડ બોટ પર પોલીસ પેટ્રોલિંગ કરતી જોવા મળશે. સૌથી ખાસ વાત એ રહી છે કે હવેથી અહી આઇપીસી 294 હેઠળ હગ અને કિસ કરી શકાશે. પરંતુ કોઇ અશ્લિલ હરકત કરનાર પર તુરંત જ એક્શન લેવામાં આવશે.

hqdefault 9 રિવરફ્રન્ટ પર પ્રેમી પંખીડાઓને કિસ કરવાની છૂટ, અશ્લિલ હરકતો પર થશે કાર્યવાહી

રિવરફ્રન્ટ પર અમુક જગ્યાઓ પર સ્માર્ટ પોલ્સ બનાવાશે તેના પર SOSની ફેસીલીટી પણ મુકવામાં આવશે. ઇમરજન્સીની જાણ પોલીસ કન્ટ્રોલ રુમ તથા સીસીટીવી ઓબ્ઝર્વેશન માટે ખાસ બનાવાયેલી કોબાન હટમાં બેઠેલા પોલીસને પણ થશે. અમદાવાદ શહેરનાં બંન્ને સાઇડ પર આવેલ રિવરફ્રન્ટ પ્રેમી પંખીડાઓ માટે એક ફેવરીટ જગ્યા બની ગઇ છે. જો કે અહી ઘણીવાર છેડતી અને અશ્લિલ હરકતો ન થાય તે માટે 360 ડીગ્રીનાં સીસીટીવીની હારમાળા લગાવવાનો નિર્ણય કરાયો છે, આવનારા સમયમાં અંદાજે 16 કરોડનાં ખર્ચે આ તમામ વ્યવસ્થા કરી દેવામાં આવશે.

sabarmati રિવરફ્રન્ટ પર પ્રેમી પંખીડાઓને કિસ કરવાની છૂટ, અશ્લિલ હરકતો પર થશે કાર્યવાહી

સગાઇ કરેલા ઘણા યુગલો અહી રિવરફ્રન્ટ ફરવા આવતા હોય છે. જેમની સાથે કોઇ પણ પ્રકારની અશ્લિલ હરકતો કોઇ અન્ય દ્વારા ન કરવામાં આવે તે માટે આ વ્યવસ્થાને ગોઠવવામાં આવશે. અહી સીસીટીવી કેમેરા લગાવવાથી તેમના પરેશાન કરતા અસામાજિક તત્વો પણ પરેશાન કરતા હશે તો તે કેમેરામાં કેદ થઇ જશે, જેને બાદમાં પુરાવા તરીકે પણ ઉપયોગ કરી શકાશે. રિવરફ્રન્ટ પર પ્રેમી પંખીડાઓ એકલ દોકલ નિકળતા હોય છે. તેમાં પણ આવતી જતી છોકરીઓને સીટી મારવી, તેને જોઇ ગીતો ગાવા કે પછી તેને અણછાજતો સ્પર્શ કરીને જવું, વીડિયો લેવો કે ફોટા પાડવા કે શાબ્દિક કોમેન્ટ કરવી જે હવે રિવરફ્રન્ટ પર બનશે નહી. રિવરફ્રન્ટ પર રજેરજનાં ફુટેજ દેખાશે અને નાનામાં નાની હરકત પણ કેમેરામાં કેદ થઇ જશે. જોવાનું રહેશે કે આ ટેકનિકલ વ્યવસ્થા કર્યા બાદ રિવરફ્રન્ટ પર રોમીયોગીરી કરતા લોકોમાં ઘટાડો આવે છે કે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન