Not Set/ રજનીશ રાયને સસ્પેન્ડ કરવાના મામલે પૂર્વ IPS અધિકારી રાહુલ શર્માનું નિવેદન

ગાંધીનગર, કેન્દ્રીય ગૃહ વિભાગે ગઈ કાલે ગુજરાત કેડરના રજનીશ રાયને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કથિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટરની તપાસ રજનીશ રાયના હાથમાં હતી. ત્યારે તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કેટલાક રાજનેતા ઓ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. તેથી તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. ત્યાર બાદ તેમને ગુજરાત […]

Top Stories Gujarat Videos
mantavya 259 રજનીશ રાયને સસ્પેન્ડ કરવાના મામલે પૂર્વ IPS અધિકારી રાહુલ શર્માનું નિવેદન

ગાંધીનગર,

કેન્દ્રીય ગૃહ વિભાગે ગઈ કાલે ગુજરાત કેડરના રજનીશ રાયને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કથિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટરની તપાસ રજનીશ રાયના હાથમાં હતી.

ત્યારે તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કેટલાક રાજનેતા ઓ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. તેથી તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. ત્યાર બાદ તેમને ગુજરાત બહાર ધકેલી દેવામાં આવ્યા હતા.

પરંતુ તેઓએ પોતાની પોસ્ટિંગ જગ્યા એ હાજર થવાને બદલે સ્વેચ્છિક નિવૃત્તિ લેવાનું સ્વીકાર્યું હતું. પણ સરકારે રાયનું સ્વેચ્છાય રાજીનામું ન સ્વીકારી. ગઈ કાલે તેમને સસ્પેન્ડ કર્યા હતા.

જે મુદ્દે પૂર્વ આઇપીએસ ઓફિસર અને હાલ એડવોકેટ તરીકે કાર્યરત રાહુલ શર્મા એ મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત કરતા તેમનું મંતવ્ય જણાવ્યું હતું કે, રજનીશ રાયે સરકાર ના નિયમ મુજબ જ સ્વેચ્છિક નિવૃત્તિ લીધી છે.જેથી સરકારનું આ પગલું ગેરબંધારણીય છે.