Not Set/ ધૂળેટીના દિવસે જ તોરબાઝ ફેમ ડાયરેક્ટરના ઘરે છવાયો માતમ, 17 વર્ષના પુત્રનું 5માં માળેથી પડી જતાં મોત

તોરબાઝના પાર્ટનર પુનીત સિંહે ગિરીશના પુત્રના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. તેણે એક પોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું- ‘મિસ્ટર મલિકનો પુત્ર હવે નથી રહ્યો,

Trending Entertainment
તોરબાઝ

હોળીનો તહેવાર અનેકના ઘરમાં ખુશીઓ લઈને આવ્યો તો ક્યાંક માતમ છવાઈ ગયો. સંજય દત્ત અભિનીત ફિલ્મ તોરબાઝ ના દિગ્દર્શક ગિરીશ મલિક માટે આ હોળી ખરાબ સાબિત થઈ છે. તેણે હોળીના દિવસે 18 માર્ચે તેનો 17 વર્ષનો પુત્ર મનન ગુમાવ્યો હતો. અહેવાલો અનુસાર, અકસ્માત ધૂળેટીની ઉજવણી કર્યા પછી થયો હતો, જ્યારે તેનો પુત્ર બિલ્ડિંગના પાંચમા માળેથી પડ્યો હતો. સંજય દત્તે આ અંગે શોક વ્યક્ત કર્યો છે અને ગિરીશના પરિવાર પ્રત્યે સંવેદના પાઠવી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ મનન ધૂળેટી રમીને ઘરે પાછો આવ્યો હતો. થોડા સમય પછી તે ઓબેરોય સ્પ્રિંગ્સમાં તેની બિલ્ડીંગના પાંચમા માળેથી પડી ગયો. જેવા મનનના પડી જવાની જાણ થઈ કે તરત જ તેને તાત્કાલિક કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી.

તોરબાઝ ના પાર્ટનર પુનીત સિંહે ગિરીશના પુત્રના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. તેણે એક પોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું- ‘મિસ્ટર મલિકનો પુત્ર હવે નથી રહ્યો, પરંતુ આ સમયે હું બીજું કંઈ કહી શકું નહીં, આખરે આ કેવી રીતે થયું, અમે વાત કરવાની સ્થિતિમાં નથી.’ આ સમાચાર પછી સંજય દત્તે પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

તોડબાઝ ના નિર્માતા રાહુલ મિત્રાએ મનનના મૃત્યુ પર દુખ વ્યક્ત કરતા કહ્યું- ‘અકસ્માત વિશે સાંભળીને મારો શ્વાસ અટકી ગયો. અને માત્ર સંજુ (સંજય દત્ત)ને કહ્યું છે. તેઓ પણ ઊંડા શોકમાં છે. આ દુ:ખ વ્યક્ત કરવા માટે અમારી પાસે શબ્દો નથી. તોડબાઝ બનાવતી વખતે હું મનનને મળ્યો હતો, તે ખૂબ જ પ્રતિભાશાળી અને સક્ષમ છોકરો હતો. ભગવાન આ સમયે ગિરીશ અને તેના પરિવારને હિંમત આપે.

આ પણ વાંચો :ફૂડ ડિલિવરી રાઇડર બન્યો કપિલ શર્મા, ચાહકે કર્યો સ્પોર્ટ તો કહ્યું ‘કોઈને કહેતા નહીં’

આ પણ વાંચો :ઓછા બજેટમાં એક મોટો ફાયદો : ધ કાશ્મીર ફાઇલ્સ’ એ સાત દિવસમાં 100 કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને રચ્યો ઇતિહાસ

આ પણ વાંચો : ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને ચોવીસ કલાક વાય કેટેગરીની સુરક્ષા

આ પણ વાંચો : કેટરીના કૈફે લગ્ન બાદ પરિવાર સાથે પહેલી હોળી ઉજવી, જુઓ તસ્વીર