Not Set/ ભૂતપૂર્વ સાંસદો બંગલા ખાલી નહીં કરે તો,  ત્રણ દિવસમાં વીજળી, પાણી અને ગેસ જોડાણ કટ

લૂટિયન્સ દિલ્હીમાં સરકારી બંગલાઓ પર કબજો કરનારા પૂર્વ સાંસદો વિરુદ્ધ કડક વલણ અપનાવતા સંસદીય સમિતિએ તેમને એક અઠવાડિયામાં બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. લોકસભા ગૃહ નિર્માણ સમિતિના અધ્યક્ષ સી.આર. પાટિલે કહ્યું કે, ત્રણ દિવસમાં વીજળી, પાણી અને ગેસ જોડાણો કાપવામાં આવશે. પાટિલે કહ્યું કે સોમવારે કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખરેખર, […]

Top Stories India Politics
loksbha ભૂતપૂર્વ સાંસદો બંગલા ખાલી નહીં કરે તો,  ત્રણ દિવસમાં વીજળી, પાણી અને ગેસ જોડાણ કટ

લૂટિયન્સ દિલ્હીમાં સરકારી બંગલાઓ પર કબજો કરનારા પૂર્વ સાંસદો વિરુદ્ધ કડક વલણ અપનાવતા સંસદીય સમિતિએ તેમને એક અઠવાડિયામાં બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. લોકસભા ગૃહ નિર્માણ સમિતિના અધ્યક્ષ સી.આર. પાટિલે કહ્યું કે, ત્રણ દિવસમાં વીજળી, પાણી અને ગેસ જોડાણો કાપવામાં આવશે.

પાટિલે કહ્યું કે સોમવારે કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખરેખર, આના એક દિવસ પહેલા જ એવો અહેવાલ બહાર આવ્યો હતો કે લોકસભાના 200 થી વધુ પૂર્વ સાંસદોએ હજુ સુધી તેમના સત્તાવાર નિવાસ સ્થાન ખાલી કર્યા નથી.

નિયમ મુજબ પૂર્વ સાંસદોએ લોકસભા વિસર્જનના એક મહિનાની અંદર તેમનું સરકારી મકાન ખાલી કરવાનું હોય છે. ઉલ્લેખનીય છે કે, બીજી વખત મોદી સરકારની રચના બાદ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કેન્દ્રીય મંત્રીમંડળની ભલામણ પર 25 મેના રોજ 16 મી લોકસભા ભંગ કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર  2014 માં સાંસદોને ફાળવેલ બંગલા માથી હજુ સુધી 200 થીવધુ પૂર્વ સાંસદોએ હજી બંગલા ખાલી કર્યા નથી.  જેના કારણે નવા સાંસદોને મકાનો મળી રહ્યા નથી.

200 થી વધુ પૂર્વ સાંસદોએ બંગલા ખાલી કર્યા નથી

16 મી લોકસભાની મુદત પૂરી થયાને લગભગ ત્રણ મહિના વીતી ગયા છે, પરંતુ 200 થી વધુ પૂર્વ સાંસદોએ લ્યુટિયન્સમાં ફાળવેલ બંગલા ખાલી કર્યા નથી. 17 મી લોકસભામાં 260 સભ્યો છે જે પ્રથમ વખત ચૂંટાયા છે. નિયમો અનુસાર પૂર્વ સાંસદોએ લોકસભાની મુદત પૂરી થયાના એક મહિનાની અંદર બંગલો ખાલી કરવાનો હોય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી સરકારની રચના બાદ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 25 મી મેએ 16 મી લોકસભા ભંગ કરી દીધી હતી. પૂર્વ સંસદસભ્યોએ બંગલા ખાલી નહીં કરતાં નવા ચૂંટાયેલા સાંસદોને ફાળવણી મળી રહી નથી.

આવી સ્થિતિમાં નવા સાંસદોએ વેસ્ટર્ન કોર્ટ સહિત અન્ય ગેસ્ટ હાઉસમાં રોકાવું પડે છે. અગાઉ આવાસની ફાળવણી થાય ત્યાં સુધી નવા સાંસદોને ફાઇવ સ્ટાર હોટેલમાં રહેવાની છૂટ હતી પરંતુ આ વખતે તેઓએ સરકારી ગેસ્ટ હાઉસમાં રહેવું પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.