First Century/ યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઇન્ડિઝ સામેની ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારીને રચ્યો ઇતિહાસ,રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો

વેસ્ટ ઈન્ડિઝ સામે ડોમિનિકામાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે જયસ્વાલે ધમાકેદાર સદી ફટકારી હતી. એક પછી એક શાનદાર શોટ રમીને તેણે વિન્ડીઝના બોલરોની ધોલાઇ કરી હતી

Top Stories Sports
11 9 યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઇન્ડિઝ સામેની ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારીને રચ્યો ઇતિહાસ,રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો

માત્ર 21 વર્ષની યશસ્વી જયસ્વાલે પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં જ ધૂમ મચાવી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ડોમિનિકામાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે જયસ્વાલે ધમાકેદાર સદી ફટકારી હતી. એક પછી એક શાનદાર શોટ રમીને તેણે વિન્ડીઝના બોલરોની ધોલાઇ કરી હતી જયસ્વાલે 215 બોલમાં 11 ચોગ્ગા ફટકારીને સદી ફટકારી હતી. આ સાથે તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો.

યશસ્વી જયસ્વાલ ભારતની બહાર ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો. આ સાથે જ તે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર ત્રીજો ભારતીય બેટ્સમેન પણ બન્યો છે. આ પહેલા શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામે મોહાલીમાં અને પૃથ્વી શોએ રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સદી ફટકારી હતી.જયસ્વાલે સદી ફટકાર્યા બાદ ટીમ ઈન્ડિયાનો ડ્રેસિંગ રૂમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. જયસ્વાલે પોતાની સદી પૂરી કર્યા બાદ સિનિયર્સ સામે માથું ઝુકાવ્યું હતું અને રોહિત શર્મા પાસેથી તાળીઓ મેળવી હતી.

જે કામ સુનીલ ગાવસ્કર 52 વર્ષ પહેલા ન કરી શક્યા, જે કામ વિરાટ કોહલી 12 વર્ષ પહેલા ન કરી શક્યા તે કામ 21 વર્ષની યશસ્વી જયસ્વાલે કરી બતાવ્યું છે. ટીમ ઈન્ડિયામાં ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી રહેલી યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારી છે. યશસ્વીએ પોતાની ડેબ્યૂ ટેસ્ટના બીજા દિવસે સદી ફટકારીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. આ સાથે જ જયસ્વાલે સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર શર્મા, રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ લખાવ્યું.