Not Set/ બુલંદશહર : ચાલુ બાઇક ઉપર ઉભા રહીને આ યુવકે કર્યો સ્ટંટ, વીડિયો થયો વાયરલ

આજે ખતરનાક સ્ટંટ વીડિયો બનાવવાનો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવાનો ટ્રેન્ડ યુવાનોમાં જોવા મળી રહ્યો છે, જે ઘણીવાર તેમના માટે જીવલેણ સાબિત થાય છે. આ પ્રકારનાં સ્ટંટ અન્ય લોકોને પણ ભારે પડી શકે છે, પરંતુ આવી ઘટનાઓની કોઈ કમી દેખાઇ રહી નથી. બુલંદશહરમાંથી આવા જ એક ખતરનાક સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે, જેમાં […]

India
stunt બુલંદશહર : ચાલુ બાઇક ઉપર ઉભા રહીને આ યુવકે કર્યો સ્ટંટ, વીડિયો થયો વાયરલ

આજે ખતરનાક સ્ટંટ વીડિયો બનાવવાનો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવાનો ટ્રેન્ડ યુવાનોમાં જોવા મળી રહ્યો છે, જે ઘણીવાર તેમના માટે જીવલેણ સાબિત થાય છે. આ પ્રકારનાં સ્ટંટ અન્ય લોકોને પણ ભારે પડી શકે છે, પરંતુ આવી ઘટનાઓની કોઈ કમી દેખાઇ રહી નથી. બુલંદશહરમાંથી આવા જ એક ખતરનાક સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે, જેમાં યુવક બાઇક પર ખતરનાક રીતે છરી લહેરાવતો જોવા મળી રહ્યો છે.

આ ઘટના હરિયાણા અને યુપીને જોડતા બુલંદશહેર હાઈવે ઉપર સિકંદરાબાદ અને ગુલાવાઠીની વચ્ચે હોવાનું જાણવા મળી રહ્યુ છે. કેટલાક યુવાનોનાં સ્ટંટનો વીડિયો ચોંકાવનારો છે, જેમાં એક મોટરસાઇકલ પર ત્રણ યુવાનો સવાર છે, જ્યારે બીજા મોટરસાયકલ પર સવાર અન્ય વીડિયો બનાવી રહ્યો છે. આગળ જતા બાઇક પર સવાર એક યુવક અચાનક બાઇક ઉપર ઉભો થઇ જાય છે અને તેના શર્ટને ઉતારી દે છે અને પછી ખતરનાક રીતે છરી લહેરાવતા કેટલાક સ્લોગન પણ બોલે છે. દરમિયાન, બાઇક રસ્તા પર એક હાઇ સ્પીડ પર દોડતી જોવા મળી રહી છે. યુવાનોએ વ્યસ્ત માર્ગ પર આ જોખમી સ્ટંટ કર્યું હતું. જેનો વીડિયો હવે સામે આવ્યો છે, તેમાં ઘણા વાહનો રસ્તાઓ પર અવર-જવર કરતા નજરે પડે છે, જ્યારે કેટલાક લોકો રસ્તાની બાજુમાં પણ નજરે પડે છે. દેખીતી રીતે, યુવક જે રીતે બાઇક પર ઉભો હતો અને છરી લહેરાવતો હતો તેથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. યુવાનોએ તેમના સ્ટંટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે જોત જોતામાં વાયરલ થયો હતો.

સોશિયલ મીડિયા પર આ ખતરનાક સ્ટંટનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસને કેસ નોંધવાની સૂચના આપવામાં આવી છે. આ બનાવ અંગે માહિતી આપતા બુલંદશહેરનાં એસએસપી સંતોષકુમાર સિંહે જણાવ્યું હતું કે, તે યુવકોની ઓળખ કરવામાં આવી રહી છે જેમણે આ ખતરનાક સ્ટંટનો વીડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.