Crime/ પ્રેમિકાની સગાઈ તોડાવવા આવેલા પ્રેમીની હત્યા કરી લાશ સળગાવી

મધ્યપ્રદેશમાં શરૂ થયેલી એક પ્રેમકહાનીનો ગોધરામાં કરૂણ અંજામ આવ્યો હતો. પ્રેમિકાના લગ્ન ગોધરામાં નક્કી થતા યુવક બાઈક પર ગોધરા પહોંચી ગયો હતો. તેણે મધ્યપ્રદેશમાં સગાઈ કરનારા યુવકને બોલાવીને સગાઈ તોડવા દબાણ કર્યું હતું. પરંતુ પ્રેમીનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી.

Top Stories India
YouTube Thumbnail 2024 01 22T170224.353 પ્રેમિકાની સગાઈ તોડાવવા આવેલા પ્રેમીની હત્યા કરી લાશ સળગાવી

@Nikunj Patel

Madhya Pradesh News: મધ્યપ્રદેશમાં શરૂ થયેલી એક પ્રેમકહાનીનો ગોધરામાં કરૂણ અંજામ આવ્યો હતો. પ્રેમિકાના લગ્ન ગોધરામાં નક્કી થતા યુવક બાઈક પર ગોધરા પહોંચી ગયો હતો. તેણે મધ્યપ્રદેશમાં સગાઈ કરનારા યુવકને બોલાવીને સગાઈ તોડવા દબાણ કર્યું હતું. પરંતુ પ્રેમીનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી.

પોલીસે આપેલી માહિતી મુજબ આરોપીઓ યુવકનું અપહરણ કરીને તેને એક નિર્જન જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં તેના હાથ પગ બાંધી દેવામાં આવ્યા હતા. બાદમાં આરોપીઓએ યુવકની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા તેની લાશ સળગાવી દીધી હતી.

સુત્રોના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના રાજગઢના રહેવાસી મહુનેશને ત્યાં જ રહેતી યુવતી આશી જૈન સાથે પ્રેમ થયો હતો. પરંતુ થોડા દિવસ બાદ આશીના લગ્ન ગોધરામાં રહેતા રાજકુમાર સાથે નક્કી થયા હતા અને સગાઈ પણ થઈ ગઈ હતી. આ બાબતની જાણ મહુનેશને થઈ ગઈ. જેને પગલે 13 જાન્યુઆરીના રોજ મહુનેશ રાજગઢ સ્થિત પોતાના ઘરેથી બાઈક પર નીકળીને 15 જાન્યુઆરીએ ગોધરા પહોંચ્યો હતો.

મહિનેશ ગોધરામાં એક હોટેલમાં રોકાયો હતો અને જે યુવક સાથે તેની પ્રેમિકાની સગાઈ નક્કી થઈ હતી, તે યુવકને સગાઈ તોડવા ફોન પર દબાણ કરી રહ્યો હતો. આ વાત પ્રેમિકાના પરિવારજનોને ખબર પડતા તેમણે કેટલાક લોકો સાથે મળીને મહુનેશને બંધક બનાવ્યો હતો. બાદમાં તેને અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેની હત્યા કરી નાંખી હતી અને પેટ્રોલ છાંટીને તેની લાશ સળગાવી દીધી હતી.

મહુનેશ ગુમ થતા તેના પરિવારજનોએ તેની શોધ હાથ ધરી હતી. જ્યારે તેમને મહુનેશ ગોધરા ગયો હોવાની જાણ થઈ ત્યારે તેમણે ગોધરા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. બીજી તરફ ગોધરા પોલીસને મહુનેશની બાઈક મળી ગઈ હતી. આ બનાવની ગંભીરતાને પગલે પંચમહાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. જેમાં મહુનેશને કારમાં બેસાડીને લઈ જનારા દિલીપ કુમારને પોલીસે ઝડપી લીધો. પોલીસે લાલ આંખ કરીને પૂછપરછ કરતા દિલીપ કુમારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ જય ઉર્ફે જીમ્મી શાહ, આશી જૈનનો ફિયાન્સ રાજ ઉર્ફે લાડુ, રાહુલ સોની, ડ્રાઈવર પૃથ્વી સિંહ અને ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમાનીના નામ આપ્યા હતા. બાદમાં પોલીસે તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ સઘન તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Historical Moment/ ગુજરાતમાં પણ લોકો ભગવાન રામની પ્રાણ-પ્રતિષ્ઠામાં જોડાઈ ગયા

આ પણ વાંચો:દેવલોકથી મળ્યું આમંત્રણ, પરમાત્માએ સ્વયં અમને આમંત્રિત કર્યા છે” – રામ મંદિર વિશે ટોચના સંગીત ક્ષેત્રનાં લોકોનું મંતવ્ય

આ પણ વાંચો:પત્ર/રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રાષ્ટ્રપતિએ લખ્યો PM મોદીને પત્ર,જાણો શું લખ્યું…