રાજકોટ/ રાજકોટમાં દારૂ પીધેલા કેર ટેકરે યુવતીની છેડતી કરી

રાજકોટમાં પોતાના બિમાર પિતાની સંભાળ રાખવા માટે રાખેલા કેર ટેકરે દારૂના નશામાં યુવતીની છેડતી કરી હતી. યુવતીએ મદદ માટે અબ્યમ ટીમને ફોન કરતા ટીમ પોલીસ સાથે આવી પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો.

Top Stories Gujarat
YouTube Thumbnail 2023 12 29T171206.408 રાજકોટમાં દારૂ પીધેલા કેર ટેકરે યુવતીની છેડતી કરી

@નિકુંજ પટેલ

રાજકોટમાં પોતાના બિમાર પિતાની સંભાળ રાખવા માટે રાખેલા કેર ટેકરે દારૂના નશામાં યુવતીની છેડતી કરી હતી. યુવતીએ મદદ માટે અબ્યમ ટીમને ફોન કરતા ટીમ પોલીસ સાથે આવી પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો.
આ બનાવની વિગત મુજબ રાજકોટમાં 25 વર્ષની યુવતી તેના પિતા સાથે રહેતી હતી. તેની માતા ન હોવાથી અને પિતાને ફેફસાની બિમારી હોવાથી છોડા દિવસ પહેલા તેમને રાજકોટની એક હોસ્પિટલમાં રખાયા હતા. તે સમયે યુવતીએ પિતાની સંભાળ માટે રાજકોટની એક સંસ્થા માંતી એક વ્યક્તિને કેર ટેકર માટે રાખ્યો હતો.

હોસ્પિટલમાંથી રજા અપાતા યુવતીના પિતાને ઘરે લાવવામાં આવ્યા હતા. કેર ટેકર પણ ઘરે આવ્યો હતો અને વ્યવ્સ્થિત સંભાળ લેતો હતો. અગાઉ યુવતીએ કેટલાક કેર ટેકર રાખ્યા હતા. પરંતુ આ કેર ટેકરે સોમવારથી તેની નોકરી ચાલુ કરી હતી.
ખાનગીમાં નોકરી કરતી આ યુવતી રાત્રે 11 વાગ્યે ઘરે આવી હતી. દરમિયાન કેર ટેકર રાત્રે 1.30 વાગ્યે ઉઠ્યો હતો અને યુવતીને કહ્યું હતું કે તે બહાર ચા નાસ્તો કરીને પાછો આવશે. તેણે યુવતીને તેના પિતા પાસે રહેવા કહ્યું હતું.

યુવતીના નિવેદન મુજબ તે રાત્રે 11 વાગ્યે ઘરે આવી ત્યારે બધુ બરાબર હતું. પરંતુ જ્યારે તે તેના રૂમની બહાર આવી ત્યારે કેર ટેકર ખૂબ જ દારૃ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. તેણે યુવતીને અપશબ્દો પણ કહ્યા હતા. આથી યુવતી તેના રૂમમાં જતી રહી હતી અને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. જ્યારે યુવતીએ દરવાજો ન ખોલ્તા આ શખ્સે બહારથી દરવાજાને લાતો મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે સતત યુવતીને ફોન કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહી અશ્લિલ મેસેજ અને વિડીયો મોકલવાનું શરૂ કર્યું હતું.

અભ્યમના કાઉન્સેલર શીતલ સોલંકીના જણાવ્યા મુજબ તેઓ જ્યારે યુવતીના ઘરે પહોંચ્યા ત્યારે યુવતી ડરેલી હતી અને દરવાજો ખોલતી ન હતી. તોમણે યવતીને સમજાવતા તેણે દરવાજો ખોલ્યો હતો. તે રૂમની બહાર આવી ત્યારે તે ધ્રુજતી હતી. તે સમયે કેર ટેકર યુવતીના પિતા પાસે બેઠ હતો. બી ડિવીઝન પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. બાદમાં આ શખ્સને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. જ્યાં યુવતીએ એક અરજી પોલીસને આપી હતી. જોકે તેણે આરોપી સામે ફરિયાદ નોંધાવવાનો ઈન્કાર કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ