Not Set/ મૃત પશુઓનો નિકાલ ન કરાતા કોંગ્રેસના સભ્યો નગરપાલિકા પાસે ભેંસ મૂકીને જતાં રહ્યાં

જૂનાગઢ, જૂનાગઢનાં કેશોદ નગરપાલિકા કચેરીએ મૃત્યુ પામેલી ભેંસ નાંખવામાં આવી હતી. વોર્ડ નંબર નવમાં નગરપાલિકા દ્વારા મૃત્યુ પામેલ પશુઓ નિકાલ ન કરતા કોંગ્રેસે નગરપાલિકા આગળ ભેંસ મૂકીને જતાં રહ્યાં હતાં. કેશોદના વોર્ડ નંબર નવ ઈન્દીરા નગરમા એક ભેંસનું મોત થતાં નગર પાલિકાને લેવા માટે ફોન કર્યો હતો. છતાં કેશોદ નગર પાલિકા તંત્ર દ્વારા મૃત્યુ પામેલી […]

Gujarat Others Trending
mantavya 127 મૃત પશુઓનો નિકાલ ન કરાતા કોંગ્રેસના સભ્યો નગરપાલિકા પાસે ભેંસ મૂકીને જતાં રહ્યાં

જૂનાગઢ,

જૂનાગઢનાં કેશોદ નગરપાલિકા કચેરીએ મૃત્યુ પામેલી ભેંસ નાંખવામાં આવી હતી. વોર્ડ નંબર નવમાં નગરપાલિકા દ્વારા મૃત્યુ પામેલ પશુઓ નિકાલ ન કરતા કોંગ્રેસે નગરપાલિકા આગળ ભેંસ મૂકીને જતાં રહ્યાં હતાં.

કેશોદના વોર્ડ નંબર નવ ઈન્દીરા નગરમા એક ભેંસનું મોત થતાં નગર પાલિકાને લેવા માટે ફોન કર્યો હતો. છતાં કેશોદ નગર પાલિકા તંત્ર દ્વારા મૃત્યુ પામેલી ભેંસને ઉપાડવામાં ના આવતા વોર્ડ નંબર નવના રહીશોમાં રોષ જોવા મળ્યો હતો.

mantavya 128 મૃત પશુઓનો નિકાલ ન કરાતા કોંગ્રેસના સભ્યો નગરપાલિકા પાસે ભેંસ મૂકીને જતાં રહ્યાં

રોષે ભરાયેલા ઈન્દીરા નગરના રહેવાસીઓ દ્વારા ભેંસને નગર પાલિકાના પટાંગણમાં મૂકી દેવામા આવી છે લોકોનુ એવુ કહેવૂ છે કે અગાઉ પણ હડકવાના રોગથી ગાયો ભેંસો અને કુતરાઓના મોત થયાછે લોકોમાં પણ રોગચાળો ફેલાવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે. નગરપાલિકા દ્વારા મૃત્યુ પામેલા પશુઓ વોર્ડ નંબર નવમાં ઠાલવવામાં આવતા હોવાના કારણે રોગચાળો ફેલાયો હોવાનુ લોકો જણાવી રહ્યા છે.