Gujrat/ દેવભૂમિ દ્વારકામાં તંત્રની ડિમોલેશનની કાર્યવાહી તેજ,  પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર બાંધકામોને તોડી પડાશે

દ્વારકામાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી પુરજોશમાં શરૂ થઈ છે. ભૂમાફિયા સામે કડક પગલા લેતા રાજ્ય સરકાર અનેક સ્થાનો પરના ગેરકાયદે બાંધકામો અને દબાણો હટાવવા મેગા ઓપરેશન હાથ ધર્યું છે.

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 03 11T114150.222 દેવભૂમિ દ્વારકામાં તંત્રની ડિમોલેશનની કાર્યવાહી તેજ,  પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર બાંધકામોને તોડી પડાશે

ગુજરાતમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી પુરજોશમાં શરૂ થઈ છે. ભૂમાફિયા સામે કડક પગલા લેતા રાજ્ય સરકાર અનેક સ્થાનો પરના ગેરકાયદે બાંધકામો અને દબાણો હટાવવા મેગા ઓપરેશન હાથ ધર્યું છે. આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સલાયા બંદર ખાતે ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. દ્વારકામાં સલાયા બંદરની આસપાસ તેમજ રેલ્વેની જમીન પરથી ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા છે. આજે કલ્યાણપુરમાં પોલીસ અધિકારીઓની હાજરીમાં ગેરકાયદે બનેલા 12 2 જેટલા રહેણાંક મકાનો અને કોમર્શિયલ સ્થળો પર દાદાનું બુલડોઝર ચાલશે. મહત્વનું છે કે તંત્ર દ્વારા ડિમોલિશન ઓપરેશન શરૂ કરતા પહેલા સંબંધિત લોકોને નોટિસ મોકલવામાં આવી હતી. નોટિસને પગલે અનેક લોકોએ સ્વેચ્છાએ જગ્યા ખાલી કરી તંત્રને સહકાર આપ્યો હતો. જો કે જે લોકોએ નોટિસ બાદ પણ જગ્યા ખાલી ના કરતા આજે તે સ્થાન પર પોલીસની હાજરીમાં બુલડોઝર ફરી વળશે.

બેટ દ્વારકા બાદ સોમનાથમાં પણ દબાણ હટાવો મિશન: DySP-PIની હાજરીમાં ફરી વળ્યું  બુલડોઝર | Gir Somnath, a mega demolition operation took place at the rear  of the Somnath temple

શહેરમાં કલ્યાણપુરમાં ધાર્મિક સ્થળ હર્ષદ-ગાંધવી નજીકના વિસ્તારોમાં ગેરકાયદે દબાણો દુર કરાશે. ધાર્મિક સ્થળ નજીકની સરકારી જમીન પર દબાણ હટાવવાની કામગીરીમાં સુરક્ષાને પગલે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. નોંધનીય છે કે ગત વર્ષે દેવભૂમિ દ્વારકામાં સરકારી જમીન પચાવી પાડનાર ભૂમાફિયા સામે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 3 લાખ ફૂટ જેટલી સરકારી જમીન પર રહેણાંક અને વ્યાવસાયિક દબાણો દૂર કરાયા હતા. જ્યારે કેટલાક વિવાદિત સ્થાનો પર પોલીસ બંદોબસ્ત અને રેવન્યુ વિભાગના અધિકારીઓની હાજરીમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા. દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકામાં પણ સરકારની કરોડોની જમીન પચાવી પાડનાર ભૂમાફિયા સામે તંત્રએ કડક પગલા લીધા હતા. બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનની કામગીરીની તે સમયે મુલાકાતે આવેલા ખુદ વડાપ્રધાન મોદીએ પણ પ્રશંસા કરી હતી.

દ્વારકા અગાઉ કચ્છમાં પણ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. કચ્છના ખાવડામાં ત્રણ મદરેસાઓ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તે તમામ મદરેસા દૂર કરાયા હતા. મદરેસા ઉપરાંત જામકુનરીયા, કુરન ગામમાં આ બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામા આવી છે. જામનગરમાં પણ અસમાજિક તત્વોના અડ્ડાઓ પર દબાણો દૂર કરાયા હતા. મહત્વનું છે કે રાજ્ય સરકાર સર્વે અને નકશાઓનો અભ્યાસ બાદ દબાણો દૂર કરવા મેગા ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન અંતર્ગત આજે દ્વારકામાં પોલીસની હાજરીમાં ગેરકાયદે દબાણો દૂર કરાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજસ્થાનમાં આવતીકાલે સવારથી 48 કલાક બંધ રહેશે પેટ્રોલ પંપ, જાણો કેમ થઈ રહી છે હડતાળ

આ પણ વાંચો:NDA માં ચંદ્રબાબુ નાયડુની ફરીથી એન્ટ્રી, આંધ્રપ્રદેશમાં ડીલ થઈ ફાઇનલ, જાણો શું છે ફોર્મુલા?