બાળ અધિકાર આયોગની લાલ આંખ/ સુરતમાં ઠાંસી-ઠાંસીને બાળકો ભરતી રિક્ષા-વાનને લાખોનો દંડ

આજનું બાળક આવતી કાલ નું ભવિષ્ય છે તમામ વાલીઓને પોતાના બાળકને ભણાવી ગણાવી અને આગળ વધતો જોવાના સપના હોય છે

Gujarat Others
Untitled 112 સુરતમાં ઠાંસી-ઠાંસીને બાળકો ભરતી રિક્ષા-વાનને લાખોનો દંડ

@દિવ્યેશ પરમાર

  • શહેરની સ્કૂલોમાં ચાલતી રિક્ષા-વાન સામે તવાઈ
  • ઠાંસી-ઠાંસીને બાળકો ભરતા વાહનો દંડાયા
  • શહેરની 51 સ્કૂલ રિક્ષા, સ્કૂલ વાન સામે લાલ આંખ
  • RTO દ્વારા રૂપિયા 6 લાખનો દંડ ફટકરાયો

સુરતની શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ વાન તેમજ રીક્ષા ચાલકો ઠાંસી ઠાંસીને બેસાડતા હોવાની ફરિયાદ બાળ અધિકાર અયોગને મળતા જિલ્લા શિક્ષણ અધિકારી ને પત્ર લખાયો હતો.પત્રના પગલે તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા હતા અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

આજનું બાળક આવતી કાલ નું ભવિષ્ય છે તમામ વાલીઓને પોતાના બાળકને ભણાવી ગણાવી અને આગળ વધતો જોવાના સપના હોય છે ત્યારે શાળા ખાતે જતા બાળકોની હાલત હાલ દયનીય હોવાની વાત સામે આવી હતી બાળકોને શાળાએ લઈ જતા રીક્ષા તેમજ વાનમાં બાળકોને ઠાંસી ઠાંસીને ભરતા હોવાની ફરિયાદ બાળ અધિકાર આયોગને મળી હતી આ ફરિયાદના આધારે બાળ અધિકાર આયોગ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખવામાં આવ્યો હતો.

જણાવવામાં આવ્યું હતું કે બાળકોને જે રીતે શાળાએ લઈ જવામાં આવી રહ્યા છે તે તપાસવામાં આવે જેને પગલે કલેકટરે આરટીઓને તાત્કાલિક જ કલેકટર ને આદેશ કર્યા હતા જેથી રોડ પર જ સ્કૂલ ના બાળકો ને લઈ જતા વાહનો તપાસવામાં આવ્યા હતા જેમાં 51 જેટલા વાન અને રીક્ષા માં બાળકો ની બેસવાની ક્ષમતા કરતા વધુ હોવાનું માલુમ પડતા દંડ ફટકારવામાં આવ્યો હતો.અત્યાર સુધી આરટીઓ દ્વારા 6 લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથેજ જિલ્લા કલેકટરે દર મહિને આરટીઓ ને સ્પેશિયલ ડ્રાઈવ યોજી દંડનીય કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે બાળક શાળા એ ભણવા જાય તે પહેલા જ તેમને આ પ્રકારે બેસાડવામાં આવે તો બાળક શાળા એ પહોંચી થાકી જ જવાનું છે.જેથી બાળ અધિકાર આયોગના પત્ર ને પગલે તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા હતા અને દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો:15મી ઓગષ્ટ પહેલા વલસાડના દરિયામાંથી મળી એવી વસ્તુ કે પોલીસ દોડતી થઇ ગઇ..

આ પણ વાંચો:સુરતમાં ધોળા દિવસે બેંકમાં હથિયાર સાથે ત્રાટકી ગેંગ, ફિલ્મી ઢબે 14 લાખની લૂંટ

આ પણ વાંચો:PM મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, હાઈકોર્ટે રાહતનો કર્યો ઇનકાર

આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત