Not Set/ જવાહર ચાવડાએ કેબિનેટ પ્રધાનના લીધા શપથ, 3 નવા મંત્રીનો મંત્રીમંડળમાં સમાવેશ

ગાંધીનગર, રાજભવનમાં શપથવિધિ સમારોહ પૂર્ણ થઈ ગયો છે ત્યારે રાજ્યપાલના હસ્તે યોગેશ પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. યોગેશ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે રાજ્યપાલના હસ્તે શપથ ગ્રહણ કર્યા જ્યારે રાજ્યપાલના હસ્તે જવાહર ચાવડાએ કેબિનેટ પ્રધાન તરીકે  શપથ લીધા હતાં. જવાહર ચાવડાએ 12.39ના વિજય મુહૂર્તમાં કેબિનેટ મંત્રીપદના શપથ લીધા. તેમની સાથે અન્ય બે ધારાસભ્યોએ પણ મંત્રીપદના શપથ […]

Top Stories Gujarat
mantavya 201 જવાહર ચાવડાએ કેબિનેટ પ્રધાનના લીધા શપથ, 3 નવા મંત્રીનો મંત્રીમંડળમાં સમાવેશ

ગાંધીનગર,

રાજભવનમાં શપથવિધિ સમારોહ પૂર્ણ થઈ ગયો છે ત્યારે રાજ્યપાલના હસ્તે યોગેશ પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. યોગેશ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે રાજ્યપાલના હસ્તે શપથ ગ્રહણ કર્યા જ્યારે રાજ્યપાલના હસ્તે જવાહર ચાવડાએ કેબિનેટ પ્રધાન તરીકે  શપથ લીધા હતાં.

જવાહર ચાવડાએ 12.39ના વિજય મુહૂર્તમાં કેબિનેટ મંત્રીપદના શપથ લીધા. તેમની સાથે અન્ય બે ધારાસભ્યોએ પણ મંત્રીપદના શપથ લીધા. યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ રાજ્ય કક્ષાના મંત્રીપદના શપથ લીધા. જો કે હજુ તેમને ખાતાની ફાળવણી કરવામાં આવી નથી.

જવાહર ચાવડાએ મંતવ્ય ન્યૂઝ સાથે કરી ખાસ વાતચીત

આ શપથવિધી કાર્યક્રમમાં વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ હાજર રહ્યા હતા. તમામ 3 મંત્રીઓને રાજ્યપાલે શપથ લેવડાવ્યા હતા.

કોંગ્રેસના સી.જે. ચાવડાએ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ચૂંટણીનો લાભ લેવો છે માટે તાત્કાલિક રાજીનામુ આપ્યું છે, કોંગ્રેસને લોકસભા અને પેટાચૂંટણીમા કોઈ નુકશાન નહીં થાય.

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી શુક્રવારે વડોદરા ખાતે કોંગ્રેસ કાર્યલય પર પહોચ્યાં હતા અને પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, જવાહર ચાવડા પોતાના અંગત ફાયદાઓ જોઇએ ભાજપમાં ગયા છે.