India-Pak World Cup 2023/ પાકિસ્તાની સમર્થકે લગાવ્યા જય શ્રીરામના નારા, જુઓ વીડિયો

પાકિસ્તાની સમર્થકે જયશ્રી રામના નારા લગાવ્યા છે. પાકિસ્તાની સમર્થકોએ ભારત સાથે એમનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે.

Ahmedabad Top Stories Gujarat
YouTube Thumbnail 47 3 પાકિસ્તાની સમર્થકે લગાવ્યા જય શ્રીરામના નારા, જુઓ વીડિયો

Ahmedabad News: અમદાવાદમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાશે. આખરે ચાહકોની આતુરતાનો અંત આવ્યો. આખી દુનિયાની નજર આ મેચ પર છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ મેચ માટે ચાહકોથી ભરચક છે. ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ બે મેચ જીતી લીધી છે. પાકિસ્તાને પણ બંને મેચ જીતી છે. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચેની આ મેચ ખૂબ જ સ્પર્ધાત્મક બની શકે છે. આવામાં પાકિસ્તાનથી પણ આ મેચ જોવા માટે ક્રિકેટ પ્રેમીઓ આવી ચુક્યા છે.

અમદાવાદ સ્ટેડિયમની બહાર હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લાગી રહ્યા છે. સાથે સાથે જીતેગા ભાઈ જીતેગા ઇન્ડિયા જીતેગના નારા પણ ક્રિકેટ પ્રેમીઓ દ્વારા લગાવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનથી આવેલા ચાહકોએ પણ બંને દેશની વચ્ચે મેચ શાંતિ પૂર્વ માહોલમાં થાય સાથે સાથે ભારતના પણ વખાણ કાર્ય છે, એટલું જ નહીં પાકિસ્તાની સમર્થકે જયશ્રી રામના નારા લગાવ્યા છે. પાકિસ્તાની સમર્થકોએ ભારત સાથે એમનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમની બહાર અને અંદર જવાનો તૈનાત છે. 4 હજારથી વધુ સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે. દર્શકો સ્ટેડિયમમાં મોબાઈલ અને પાકીટ સિવાય કશું જ લઇ જઇ શકશે નહીં.માત્ર અમદાવાદ નહીં પરંતુ ભારતના અન્ય રાજ્યો અને દુનિયાના અમેરિકા સહિતના દેશોમાં દર્શકો મેચ જોવા માટે પહોંચ્યા છે.


whatsapp ad White Font big size 2 4 પાકિસ્તાની સમર્થકે લગાવ્યા જય શ્રીરામના નારા, જુઓ વીડિયો


આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો