Kim jong un/ ‘બાળકો પેદા કરવા એ દેશભક્તિનું કામ’ કહેતા હિટલર કિમ જોંગ ઉનની આંખમાં આવ્યા આંસુ

ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં કોન્ફરન્સ ઓફ મધર્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સ વિશેષ કરીને મહિલાઓ વધુ બાળકો પેદા કરે તે ઉદેશ્ય સાથે યોજવામાં આવી હતી.

Top Stories World
મૃત્યુદરમાં થશે ઘટાડો 17 ‘બાળકો પેદા કરવા એ દેશભક્તિનું કામ’ કહેતા હિટલર કિમ જોંગ ઉનની આંખમાં આવ્યા આંસુ

‘બાળકો પેદા કરવા એ દેશભક્તિનું કામ’ છે તેમ સરમુખત્યાર કહેવાતા કિમ જોંગ ઉને (Kim Jong Un) એક કોન્ફરન્સમાં મહિલાઓને સંબોધન કરતા આ વાત કહી. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનને હિટલર માનવામાં આવે છે. મંગળવારે આ હિટલરની આંખમાં આંસુ જોવા મળ્યા. એક કોન્ફરન્સમાં કિમ જોંગ ઉન આંખમાં આંસુ સાથે મહિલાઓને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરતા હોવાનો વીડિયો મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Capture 2 ‘બાળકો પેદા કરવા એ દેશભક્તિનું કામ’ કહેતા હિટલર કિમ જોંગ ઉનની આંખમાં આવ્યા આંસુ

ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં કોન્ફરન્સ ઓફ મધર્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સ વિશેષ કરીને મહિલાઓ વધુ બાળકો પેદા કરે તે ઉદેશ્ય સાથે યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં કિંગ જોન ( Kim Jong Un) મહિલાઓને ઉદેશીને કહે છે કે જ્યારે તમામ માતાઓ સમજશે કે ઘણા બાળકોને જન્મ આપવો એ દેશભક્તિ છે, ત્યારે જ એક શક્તિશાળી સમાજવાદી દેશ બનાવવાનું અમારું લક્ષ્ય આગળ વધી શકશે. આ સાથે માતાઓ વધુ બાળકો પેદા કરે માટે ઉત્તર કોરિયા સરકાર દ્વારા વિશેષ લાભ આપવાની જાહેરાત કરી.

કિમે મંગળવારે કહ્યું હતું કે એકથી વધુ બાળકો ધરાવતા પરિવારોને આવાસ, ખોરાક અને તબીબી સુવિધાઓ માટે પ્રાથમિકતા આપવામાં આવશે. તેમણે વધુ બાળકોને જન્મ આપતી તેમજ વધુ બાળકો ધરાવતી માતાઓને સારવારમાં સબસિડી અને પ્રાથમિકતા વિશે પણ વાત કરી હતી. દેશના ઉત્કર્ષ માટે માતાનો ફાળો વધુ મહત્વનો છે. જ્યારે મને પાર્ટી અને રાજ્યના કાર્યોમાં સમસ્યા થાય ત્યારે હંમેશા માતાઓ વિશે વિચારું છું. આ સાથે કિમ જોંગ ઉને ઉત્તર કોરિયાની મહિલાઓને માતા, પત્ની અને પુત્રવધુ તરીકે આદર્શ બનવાની અપીલ કરી. કેમકે જ્યારે એક સંસ્કારી મહિલા કે જે માતા, પત્ની અને પુત્રવધુ છે તે સમગ્ર પરિવારના સભ્યોમાં સામજસ્ય બનાવી રાખે છે. તે પરિવારને પૂર્ણ રાખે છે.

2 2 3 ‘બાળકો પેદા કરવા એ દેશભક્તિનું કામ’ કહેતા હિટલર કિમ જોંગ ઉનની આંખમાં આવ્યા આંસુ

આ કોન્ફરન્સમાં સરમુખત્યાર Kim Jong Unએ મહિલાઓને સુરક્ષા મળી રહે માટે અસમાજિક વર્તનને જડમૂળથી દૂર કરવા અપીલ કરી હતી. ઉત્તર કોરિયાનો વિકાસમાં મહિલાઓના યોગદાનનો આભાર માન્યો હતો. તેમજ દેશ વધુ પ્રગતિ કરે માટે માતાઓને વધુ બાળકો પેદા કરી પોતાની દેશભક્તિ બતાવવા અપીલ કરી હતી.

સરમુખત્યાર કિમ જોંગ ઉને પણ સ્વીકાર્યું જે ભારતમાં બહુ પ્રચલિત છે. ભારતીય પરંપરામાં કહેવાય છે કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. આથી જો માતા શિક્ષિત હોય તો પરિવાર પણ શિક્ષિત અને સંસ્કારી બને છે. કિમ જોંગ ઉને મહિલાઓને વધુ બાળકો પેદા કરવા સાથે આદર્શ સમાજનું નિર્માણ કરવા સંસ્કારી બનવાની પણ અપીલ કરી છે. ઉત્તર કોરિયા કોરોના બાદથી મહાવિનાશ તરફ જઈ રહ્યો છે. કોરોના બાદથી લાખો લોકો ભૂખમરાથી પિડાઈ રહ્યો છે. દેશમાં લગભગ 2.50 કરોડ લોકો રહે છે. કહેવાય છે કે ઉત્તર કોરિયા પિતૃસત્તાક સમાજ હોવાને કારણે, ઘરેલુ હિંસા અને મહિલાઓ સામે જાતીય સતામણી વધુ જોવા મળી રહી છે. આ જ કારણે મહિલાઓમાં અસુરક્ષિતતાની ભાવના જોવા મળતા સાથે જન્મદરમાં પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે.