Not Set/ ઇલેકશન ડોનેશન : AAP -જેડીએસ માટે આવ્યા સારા દિવસો, આ પાર્ટીને થયું સૌથી વધુ નુકશાન, જુઓ આ રિપોર્ટ

નવી દિલ્હી, દેશની ક્ષેત્રિય રાજનૈતિક પાર્ટીઓ વર્ષ ૨૦૧૬-૧૭માં મળેલા કુલ દાનની રકમ અંગે એક રિપોર્ટ સામે આવ્યો છે. એશોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ADR દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, પ્રાદેશિક પાર્ટીઓને ૨૦,૦૦૦ રૂપિયા કરતા વધુની રકમના રૂપમાં કુલ ૯૧.૩૭ કરોડ રૂપિયા મળ્યા છે. જો કે […]

India Trending
5b052c1ac4576 ઇલેકશન ડોનેશન : AAP -જેડીએસ માટે આવ્યા સારા દિવસો, આ પાર્ટીને થયું સૌથી વધુ નુકશાન, જુઓ આ રિપોર્ટ

નવી દિલ્હી,

દેશની ક્ષેત્રિય રાજનૈતિક પાર્ટીઓ વર્ષ ૨૦૧૬-૧૭માં મળેલા કુલ દાનની રકમ અંગે એક રિપોર્ટ સામે આવ્યો છે. એશોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

ADR દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, પ્રાદેશિક પાર્ટીઓને ૨૦,૦૦૦ રૂપિયા કરતા વધુની રકમના રૂપમાં કુલ ૯૧.૩૭ કરોડ રૂપિયા મળ્યા છે.

જો કે શિવસેનાને મળતા ડોનેશનમાં સૌથી વધુ ઘટાડો થયો છે, જયારે આમ આદમી પાર્ટી અને પૂર્વ વડાપ્રધાન દેવેગૌડાની પાર્ટી JDS માટે સારા દિવસો આવ્યા છે.

ડોનેશનના મામલે આ યાદીમાં શિવસેનાએ ટોપ કર્યું છે. શિવસેનાને કુલ ૨૬.૬૫ કરોડ રૂપિયા મળ્યા છે.

વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭માં પ્રાદેશિક પાર્ટીઓને મળતા ડોનેશન અંગે વાત કરવામાં આવે તો ટોપની ૫ પાર્ટીઓમાં શિવસેના એક માત્ર પાર્ટી છે, જેના ડોનેશનમાં ઘટાડો આવ્યો છે. આ વર્ષ દરમિયાન શિવસેનાના ડોનેશનમાં ૬૦ કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે.

બીજી બાજુ આમ આદમી પાર્ટીને ૮.૮૨ કરોડ રૂપિયા વિદેશમાંથી મળ્યું છે, પરંતુ તેઓ દ્વારા આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. જયારે આ મામલે પંજાબના શિરોમણી અકાળી દળ ત્રીજા સ્થાને છે. તેઓને ૧૫.૪૫ કરોડ રૂપિયા મળ્યા છે અને ડોનેશનમાં ૫૮૪૨ ટકાનો વધારો થયો છે.

આ રિપોર્ટ અનુસાર, શિવસેના, આપ, શિરોમણી અકાળી દળને કુલ ૬૫.૮૩ કરોડ રૂપિયા મળ્યા છે. જયારે કર્ણાટકમાં કોંગ્રેસ સાથે સરકારમાં સાથી પાર્ટી JDSને ૪.૨ કરોડ રૂપિયા મળ્યા છે અને તેઓના ડોનેશનમાં ૫૯૬ ટકાનો વધારો થયો છે.

મહારાષ્ટ્રમાં શિવસેનાના મુકાબલામાં મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના ડોનેશનમાં વધારો થયો છે અને ૧.૪ કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે.