Not Set/ ભારતે કેનેડાને 5-1 થી હરાવીને હોકી વિશ્વ કપની ક્વાટર ફાઈનલમાં કર્યો પ્રવેશ

નવી દિલ્હી: ભારતીય હોકી ટીમે હોકી વિશ્વકપની પૂલ-સીની છેલ્લી મેચમાં જીત મેળવીને ક્વાટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. શનિવારે કલિંગા સ્ટેડિયમમાં ભારતે કેનેડાને 5-1 થી હરાવ્યું હતું. ભારતીય ટીમ પહેલા ક્વાટર સમય સુધીમાં માત્ર એક ગોલ કરવામાં સફળ રહી હતી. પરંતુ ચોથા ક્વાટરમાં ભારતીય ટીમે ચાર ગોલ ફટકારીને મેચને જીતી લીધી હતી. પોતાના પૂલમાં ભારતના […]

Top Stories India Trending Sports
India defeated Canada 5-1 to Enter the Hockey World Cup quarter-final

નવી દિલ્હી: ભારતીય હોકી ટીમે હોકી વિશ્વકપની પૂલ-સીની છેલ્લી મેચમાં જીત મેળવીને ક્વાટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. શનિવારે કલિંગા સ્ટેડિયમમાં ભારતે કેનેડાને 5-1 થી હરાવ્યું હતું.

ભારતીય ટીમ પહેલા ક્વાટર સમય સુધીમાં માત્ર એક ગોલ કરવામાં સફળ રહી હતી. પરંતુ ચોથા ક્વાટરમાં ભારતીય ટીમે ચાર ગોલ ફટકારીને મેચને જીતી લીધી હતી.

પોતાના પૂલમાં ભારતના ત્રણ મેચમાં હવે સાત અંક થઈ ગયા છે અને ભારતે ટોચ પર રહીને ક્વાટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

ભારતે પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 5-0 થી હરાવ્યું હતું. જયારે ભારતે બેલ્જિયમ સામે રમાયેલી પોતાની બીજી મેચમાં 2-2 ગોલ કર્યા હતા જેના કારણે મેચ ડ્રોમાં રહી હતી. ભારતે પોતાના પૂલમાં ત્રણ મેચમાં 12 ગોલ કર્યા છે જયારે સામે ત્રણ ગોલ ખાધા છે.

બેલ્જિયમના પણ ત્રણ મેચમાં સાત અંક છે. બેલ્જિયમેનવ ગોલ કર્યા છે અને ચાર ગોલ આપ્યા છે. આવી રીતે ગોલના અંતરના કારણે ભારત પહેલાં સ્થાને રહ્યું છે.

જયારે પૂલ-સીની અન્ય બે ટીમો એવી કેનેડા અને દક્ષિણ આફ્રિકાની ટીમોએ ત્રણ- ત્રણ મેચમાં એક-એક અંક મેળવીને ક્રમશ ત્રીજા અને ચોથા સ્થાન પર રહ્યા હતા.