Cricket/ 35 વર્ષની ઉંમરે આ ખેલાડીએ ક્રિકેટનાં તમામ ફોર્મેટ્સમાંથી લીધી નિવૃત્તિ

પાર્થિવ પટેલે ક્રિકેટનાં તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. પાર્થિવ પટેલે 18 વર્ષની કારકિર્દીમાં 25 ટેસ્ટ મેચ, 38 વનડે અને 2 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. પાર્થિવે 17 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય કારકિર્દી પાર્થિવે તેની 25 ટેસ્ટમાં 6 અડધી સદી ફટકારી હતી અને 38 વનડેમાં 4 અડધી-સદી ફટકારી હતી. પાર્થિવે […]

Top Stories Sports
corona 121 35 વર્ષની ઉંમરે આ ખેલાડીએ ક્રિકેટનાં તમામ ફોર્મેટ્સમાંથી લીધી નિવૃત્તિ

પાર્થિવ પટેલે ક્રિકેટનાં તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. પાર્થિવ પટેલે 18 વર્ષની કારકિર્દીમાં 25 ટેસ્ટ મેચ, 38 વનડે અને 2 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. પાર્થિવે 17 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય કારકિર્દી

corona 124 35 વર્ષની ઉંમરે આ ખેલાડીએ ક્રિકેટનાં તમામ ફોર્મેટ્સમાંથી લીધી નિવૃત્તિ

પાર્થિવે તેની 25 ટેસ્ટમાં 6 અડધી સદી ફટકારી હતી અને 38 વનડેમાં 4 અડધી-સદી ફટકારી હતી. પાર્થિવે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. પાર્થિવે પોતાની પોસ્ટમાં, તે તમામ ક્રિકેટરોનો આભાર માન્યો છે જેની સાથે તે રમ્યો હતો. પાર્થિવ પટેલે તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 194 મેચ રમી હતી. પાર્થિને 2002 માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમીને ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

યુવા વિકેટકીપર

corona 122 35 વર્ષની ઉંમરે આ ખેલાડીએ ક્રિકેટનાં તમામ ફોર્મેટ્સમાંથી લીધી નિવૃત્તિ

જ્યારે પાર્થિવે તેની ટેસ્ટ ડેબ્યૂ કરી હતી, તે સમયે તે ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા વિકેટકીપર બન્યો હતો. પાર્થિવ તેની કારકિર્દીની શરૂઆતમાં શરૂઆત કરી હતી, પરંતુ ભારતીય ક્રિકેટમાં દિનેશ કાર્તિક અને ધોનીનાં આગમનથી તેની આંતરરાષ્ટ્રીય કારકીર્દિ ખૂબ પ્રભાવિત થઈ હતી.

અંતિમ મેચ

corona 123 35 વર્ષની ઉંમરે આ ખેલાડીએ ક્રિકેટનાં તમામ ફોર્મેટ્સમાંથી લીધી નિવૃત્તિ

પાર્થિવે વિકેટકીપર તરીકે વર્ષ 2018 માં ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. પાર્થિવ પટેલે નવેમ્બર 2004 માં ગુજરાત માટે પહેલી રણજી ટ્રોફી મેચ ભારત માટે ડેબ્યૂ કર્યાના બે વર્ષ અને બે મહિના પછી રમી હતી. પાર્થિવ છેલ્લે આઈપીએલમાં આરસીબી ટીમ તરફથી રમ્યો હતો.

બોડી લાઈન ક્રિકેટ યુગનાં ભારતીય ક્રિકેટ ટીમનાં ઓલરાઉન્ડર સલીમ દુરાનીની તબિયત લથડી

હાર્દિક પંડ્યાની બેટિંગ જોઇ ચોંકી ઉઠી ઈગ્લેન્ડની આ મહિલા ખેલાડી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો