Not Set/ નામાંકનથી એક દિવસ પહેલા વારાણસીમાં પીએમ મોદી, આજે મેગા રોડ શો નું આયોજન

વારાણસી, પુરા પાંચ વર્ષ પછી નરેન્દ્ર મોદી એક વાર ફરી કાશી જશે. આમ તો આ દરમિયાન પણ તેઓ ઘણી વાર કાશી ગયા છે, પરંતુ આ વખતે તેઓ વારાણસી લોકસભા બેઠકથી નામાંકન ભરવા જશે.મોદી લગભગ 24 કલાક માટે વારાણસીમાં રહેશે પણ તેમના સંપૂર્ણ કાર્યક્રમમાં બે દિવસ માટે વહેંચાયેલા છે. તે 25 એપ્રિલે વારાણસી પહોંચશે અને 26 […]

Top Stories India Trending
tr નામાંકનથી એક દિવસ પહેલા વારાણસીમાં પીએમ મોદી, આજે મેગા રોડ શો નું આયોજન

વારાણસી,

પુરા પાંચ વર્ષ પછી નરેન્દ્ર મોદી એક વાર ફરી કાશી જશે. આમ તો આ દરમિયાન પણ તેઓ ઘણી વાર કાશી ગયા છે, પરંતુ આ વખતે તેઓ વારાણસી લોકસભા બેઠકથી નામાંકન ભરવા જશે.મોદી લગભગ 24 કલાક માટે વારાણસીમાં રહેશે પણ તેમના સંપૂર્ણ કાર્યક્રમમાં બે દિવસ માટે વહેંચાયેલા છે. તે 25 એપ્રિલે વારાણસી પહોંચશે અને 26 એપ્રિલે કચેરીમાં નામાંકન ભરવા જશે. વારાણસીમાં અંતિમ તબક્કા એટલે કે 19 મે મતદાન છે.

આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશની કમાન સંભાળનારા પ્રિયંકા ગાંધી વાડ્રાની પણ વારાણસીથી લડવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો આમ થાય તો કાશીની જંગ પર દરેકની નજર હશે.

અહીં જાણો પીએમ મોદી સંપૂર્ણ કાર્યક્રમ

25 એપ્રિલના રોજ પીએમ મોદી બપોરે 2.45 વાગ્યે બીએચયૂ હેલિપેડ આગમન કરશે.

બપોરે 3 વાગ્યે માલવીય જી ની પ્રતિમાથી રોડ શો શરૂ કરશે. રોડ શો લંકા, અસ્સી,ભદૈની, સોનારપુરા, મદનપુરા, ગોદૌલિયા થઇને દશાશ્વમેઘ ઘાટ સુધી જશે.

સાંજે 7 વાગ્યે દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લેશે.

રાત્રે 8 વાગ્યે સંમેલન કાર્યક્રમમાં કાશીના ત્રણ હજાર ખાસ મહેમાનોની સંબોધિત કરશે.

26 એપ્રિલના રોજ સવારે 9:30 વાગ્યે કાર્યકર્તા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના બૂથ અધ્ક્ષય અને ટોચના વર્ગના કર્મચારીઓને સંબોધન કરશે.

સવારે 11 વાગ્યે કાલભૈરવ મંદિરમાં દર્શન-પૂજા કરશે.

સવારે 11:15 મિનિટે નામાંકન માટે કચેરી જવા માટે પ્રસ્થાન કરશે.

સવારે 11:30 વાગ્યે કચેરીમાં નામાંકન ભરશે.

બપોરે 12:30 વાગ્યે હોટલ તાજ ગંગેઝમાં પત્રકાર વાર્તા