Not Set/ મહારાષ્ટ્ર ચૂંટણી/ શિવસેનાએ કરી મુખ્યમંત્રી પદની માંગ

મહારાષ્ટ્ર ચૂંટણી પરીણામો@Live… https://www.youtube.com/watch?v=aVKd2cFvyOs શિવસેનાનાં નેતા સંજય રાઉતે કહ્યું કે, હું ઉદ્ધવજીને મળવા જઈ રહ્યો છું. નંબર એટલો ખરાબ પણ નથી. આવું ક્યારેક જ બને છે. હા, અમે ગઠબંધન સાથે રહીશું. અમે 50-50 ફોર્મ્યુલા પર સહમત થયા છીએ. મહારાષ્ટ્રમાં આજે વિધાનસભાનાં ચૂંટણીનાં પરીણામો આવવા જઇ રહ્યા છે. મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરનાં રોજ મતદાન થયુ હતુ. જેને […]

Top Stories India
Maharashtra Assembly Election 2019 મહારાષ્ટ્ર ચૂંટણી/ શિવસેનાએ કરી મુખ્યમંત્રી પદની માંગ

મહારાષ્ટ્ર ચૂંટણી પરીણામો@Live…

https://www.youtube.com/watch?v=aVKd2cFvyOs

શિવસેનાનાં નેતા સંજય રાઉતે કહ્યું કે, હું ઉદ્ધવજીને મળવા જઈ રહ્યો છું. નંબર એટલો ખરાબ પણ નથી. આવું ક્યારેક જ બને છે. હા, અમે ગઠબંધન સાથે રહીશું. અમે 50-50 ફોર્મ્યુલા પર સહમત થયા છીએ.

મહારાષ્ટ્રમાં આજે વિધાનસભાનાં ચૂંટણીનાં પરીણામો આવવા જઇ રહ્યા છે. મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરનાં રોજ મતદાન થયુ હતુ. જેને લઇને આજે ભાજપ, શિવસેના અને બીજી તરફ કોંગ્રેસ, એનસીપી માટે મોટો દિવસ છે. અહી આજે મતગણતરી શરૂ થઇ ગઇ છે. જેના વલણ હાલમાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભાની બેઠકો છે. અહી 21 ઓક્ટોબરનાં રોજ મતદાન થયુ હતુ. અહી વિધાનસભાની ચૂંટણી મતદાન ખૂબ ઓછુ રહ્યુ હતુ. મહારાષ્ટ્રમાં કુલ 60.46% મતદાન નોંધાયુ હતુ.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 2019 માં ઉભા રહેલા ઉમેદવારોનાં ભાવીનો નિર્ણય આજે લેવામાં આવશે. 21 ઓક્ટોબરનાં રોજ, 288 વિધાનસભા બેઠકો પર, જાહેર જનતાએ ઇવીએમમાં 3,237 ઉમેદવારોનું ભાવી કેદ કર્યુ હતું, જેનાં પરિણામો આજે આવશે. આ ચૂંટણીનાં મેદાનમાં કુલ 3,237 ઉમેદવારોમાંથી માત્ર 266 મહિલાઓ છે અને બાકીનાં 3,001 પુરુષો છે. મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે અને બહુમતીનો આંકડો 145 બેઠકોનો છે. ભારતીય જનતા પાર્ટીનાં પ્રતીક પર 164 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 14 ઉમેદવારો સાથી પક્ષનાં છે. જ્યારે આ વખતે શિવસેના 124 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. શિવસેના અને ભાજપે 2014 ની વિધાનસભાની ચૂંટણીમાં અલગ અલગ ચૂંટણી લડી હતી અને અનુક્રમે 63 અને 122 બેઠકો જીતી હતી.

11:20 AM : મહારાષ્ટ્ર ચૂંટણી પંચનાં વલણ મુજબ, ભાજપ 101 બેઠકો પર, શિવસેના 64 બેઠકો પર, 52 બેઠકો પર એનસીપી અને 39 બેઠકો પર કોંગ્રેસનું નેતૃત્વ છે. સવારે 11 વાગ્યે મહારાષ્ટ્ર ચૂંટણી પંચનાં વલણો મુજબ, ભાજપ 99 બેઠકો પર વિજય મેળવ્યો છે, શિવસેનાએ 60, એનસીપી પાસે 48 અને કોંગ્રેસ પાસે 40 બેઠકો છે.

11:09 AM : મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન ભલે આગળ ચાલી રહ્યુ હોય, પરંતુ ફડણવીસ સરકારનાં ઘણા મંત્રીઓ પોત પોતાની બેઠકો પર પાછળ ચાલી રહ્યા છે. ફડણવીસ કેબિનેટનો ભાગ રહેલા અતુલ સવે, વિજય શિવતારે, બાલા ભેગડે, મદન યરાવર, રામ શિંદે અને પંકજા મુંડે પાછળ ચાલી રહ્યા છે.

10:39 AM : મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો પર વલણો સામે આવી ગયા છે. જેમાંથી ભાજપ 98 અને શિવસેના 69 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 38 અને એનસીપી 40 સીટો પર આગળ છે. આપને જણાવી દઈએ કે શિવસેના અને ભાજપ 2014 ની વિધાનસભાની ચૂંટણીમાં અલગથી લડ્યા હતા, જેમાં શિવસેનાએ 63 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે 122 બેઠકો જીતી હતી. પરંતુ આ વખતે બંને પક્ષો મળીને ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપ દ્વારા અત્યાર સુધીના વલણોમાં નુકસાન બતાવવામાં આવી રહ્યું છે.

10:05 AM : મહારાષ્ટ્રમાં તમામ 288 વિધાનસભા બેઠકોનાં વલણો આવ્યા છે. તેમાંથી ભાજપ-શિવસેનાનું ગઠબંધન 171 બેઠકો પર આગળ છે. જેમાં ભાજપ 107 અને શિવસેના 64 બેઠકો પર આગળ હતા. કોંગ્રેસ-એનસીપી ગઠબંધન 79 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 39 અને એનસીપી 36 બેઠકો પર આગળ છે.

09.55 AM: મહારાષ્ટ્રથી આવતા નવા રુઝાન માં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની જોડી ફરી એકવાર સત્તામાં પરત જોવા મળે છે. હાલમાં ભાજપ-શિવસેનાની જોડી 177 પર છે, જેમાં ભાજપ પાસે 111 અને શિવસેનાની 66 બેઠકો છે. તે જ સમયે, કોંગ્રેસ-એનસીપીની જોડી 77 બેઠકો પર છે.

09.27 AM: ભાજપના ઉમેદવાર પંકજા મુંડે મહારાષ્ટ્રના પરલીથી પાછળ છે. એનસીપીના ધનંજય મુંડે આ સમયે 3500 મતોથી આગળ છે.

08.57 AM: મહારાષ્ટ્રમાં આ વખતે શિવસેના અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કાંટાની હરીફાઈ ચાલી રહી છે. બંને પક્ષો મળીને ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ બંને પક્ષો એક બીજા કરતા વધારે બેઠકો જીતવાના પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ-શિવસેના હાલમાં 164 બેઠકો પર આગળ છે, જેમાં ભાજપ 109 અને શિવસેના 55 બેઠકો પર આગળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.