મુંબઈ/ ચોકલેટ આપવાના બહાને માસૂમ બાળકોનું કરતા હતા અપહરણ, ડોક્ટર સહિત 7ની ધરપકડ

મુંબઈ પોલીસે બાળકોનું અપહરણ કરી વેચતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે ડોક્ટર સહિત 7 લોકોની ધરપકડ કરી છે.

India Trending
YouTube Thumbnail 2024 04 28T175207.591 ચોકલેટ આપવાના બહાને માસૂમ બાળકોનું કરતા હતા અપહરણ, ડોક્ટર સહિત 7ની ધરપકડ

Mumbai News: મુંબઈ પોલીસે બાળકો વેચતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે ડોક્ટર સહિત 7 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓમાં મહિલાઓનો પણ સમાવેશ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ટોળકીએ અત્યાર સુધીમાં 14 બાળકોનું અપહરણ કરીને વેચાણ કર્યું છે. તેમણે આ બાળકોનું ક્યાંથી અપહરણ કર્યું અને કોની મદદથી તેમને વેચ્યા, આ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.

તેલંગાણા અને હૈદરાબાદમાં બાળકો વેચાયા

પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં બાળકોની માગ હોવાનું સામે આવ્યું છે,તેલંગાણા અને હૈદરાબાદથી આવ્યા હતા. જે બાદ ગેંગના સભ્યો મુંબઈથી બાળકોનું અપહરણ કરીને ત્યાં લઈ ગયા હતા. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ રેકેટ પ્રજનન કેન્દ્રોમાં કામ કરતી મહિલાઓની મદદથી ચલાવવામાં આવી રહ્યું હતું.

ડોક્ટર સહિત 7 લોકો ઝડપાયા

પોલીસે આ કેસમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બાળકો વેચનાર મહિલા દલાલનો પણ સમાવેશ થાય છે. આ સિવાય આ કેસમાં હાલમાં અન્ય ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ લોકોની ઓળખ વંદના અમિત પવાર, શીતલ ગણેશ વારે, સ્નેહા સૂર્યવંશી, નસીમા ખાન, લતા સુરવાડે, શરદ દેવાર અને ડોક્ટર સંજય સોપાનરાવ ખંડારે તરીકે કરવામાં આવી છે.

2 બાળકોને સુરક્ષિત બચાવી લેવાયા છે

પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી વેચાયેલા બાળકોમાં 11 છોકરાઓ અને 3 છોકરીઓનો સમાવેશ થાય છે. 5 દિવસથી લઈને 9 વર્ષ સુધીના બાળકો વેચાયા હતા. આ સમગ્ર મામલે પોલીસના ડેપ્યુટી કમિશનર રાગસુધાએ જણાવ્યું હતું કે આ ગેંગ પ્રજનન કેન્દ્રોમાં કામ કરતી મહિલાઓની મદદથી ચલાવવામાં આવી રહી હતી. પોલીસને 2 બાળકોને સુરક્ષિત બચાવવામાં સફળતા મળી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કર્ણાટકમાં વર્તમાન સાંસદની સામેના સેક્સ કૌભાંડ સામે સિટની જાહેરાત

આ પણ વાંચો:વીડિયો કોલ કરી છોકરી બતાવ્યા પ્રાઈવેટ પાર્ટ, 70 વર્ષના વૃદ્ધે ગુમાવ્યા લાખો રૂપિયા

આ પણ વાંચો:રવિન્દ્દ ભાટીને જાનથી મારી નાંખવાની ધમકી સંદર્ભે ગેંગસ્ટર રોહિત ગોદારાની સફાઈ

આ પણ વાંચો:ઘરમાં ઘૂસીને 14 વર્ષની કિશોરી પર ગેંગરેપથી ચકચાર