દિલ્લી,
૬ ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ પાડોશી દેશ પાકિસ્તાનથી ભારત પરત ફરેલી ગીતાના હવે પ્રભુતામાં પગલા પડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલય દ્વારા ગીતાના લગ્ન માટે એક સ્વયંવર રચવામાં આવશે અને આ માટેની તૈયારીઓ આરંભવામાં આવી છે.
અત્યારસુધી ગીતા સાથે લગ્ન કરવા માટે ૧૨ યુવાનોએ પોતાની ઈચ્છા જતાવી ચુક્યા છે જેમાં લેખકથી લઇ પંડિત સુધીના યુવાઓ શામેલ છે.
મહત્વનું છે કે, વિદેશ મંત્રાલયના નેજા હેઠળ જ ગીતાના લગ્ન કરવામાં આવવાના છે ત્યારે મંત્રાલય દ્વારા જ તેઓને ઘર, નૌકરી અને અન્ય સુવિધાઓ આપવામાં આવશે.

ગીતાના લગ્ન માટે જે યુવાનોના બાયોડેટા આવશે તેને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ દેખશે જયારે મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ આ લગ્ન માટે મદદ કરશે.
આ ઈચ્છુક યુવાનોમાં મોટાભાગના ગીતા સાથે લગ્ન કરીને પ્રસિદ્ધિ મેળવવા માંગે છે. સાંવેરના રહેવાવાળા અને વ્યવસાયે પંડિત મહેશ દાસ બૈરાગીએ જવાબ આપ્યો હતો કે, “પાકિસ્તાનમાં રહીને પણ ગીતાએ હિંદુ ધર્મ છોડ્યો ન હતો, તેની સાઈન લૈંગ્વેજ પણ સારી છે”.
જયારે અન્ય એક યુવાને જણાવ્યું, “ગીતા એક સીધી-સરળ છોકરી છે જેથી તેઓ લગ્ન કરવા ઈચ્છે છે”.

ઇન્દોરના કલેકટર નિશાંત વરવડેએ જણાવ્યું હતું કે, ગીતા લગ્નના મામલામાં અંતિમ નિર્ણય ગીતાનો જ હશે પરંતુ તેની સંપૂર્ણ દેખરેખ વિદેશ મંત્રાલયની જવાબદારી છે.
તમને જણાવી દઈએ કે, ૬ ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ ભારત પરત ફર્યા બાદ ગીતાને મધ્યપ્રદેશના ઇન્દોર સ્તિથ ગુમાશ્તા નગરના એક “ડેફ એન્ડ ડંબ” બાયલિંગઅલ એકેડમીમાં રાખવામાં આવી છે.
આ પહેલા ભારત પહોચવા પર વધુ એકવાર ગીતા અચાનક જ ઇન્દોર સ્તિથ આ સંગઠનમાંથી રહસ્યમય રીતે લાપતા થઇ ગઈ હતી અને હડકંપ મચી જવા પામ્યો હતો. જો કે ત્યારબાદ આ આ અંગે પોલીસને જાણ કરાતા તેઓએ એક મંદિરમાંથી શોધી પાડી હતી.
