Not Set/ સંયુક્ત રાષ્ટ્રમાં હવે સૈયદ અકબરુદ્દીનની જગ્યાએ ટીએસ ત્રિમૂર્તિ સંભાળશે ભારતની જવાબદારી

સંયુક્ત રાષ્ટ્ર (યુએન) માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યા પછી સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીન હવે નિવૃત્ત થવાના છે. હવે તેની જગ્યાએ ટી.એસ.ત્રિમૂર્તિ આ જવાબદારી સંભાળશે. ત્રિમૂર્તિ અગાઉ વિદેશ મંત્રાલયમાં સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. બુધવારે વિદેશ મંત્રાલય દ્વારા તેમની નિમણૂંક પર મહોર મારવામાં આવી છે. ત્રિમૂર્તિ વર્ષ, 1985 નાં વિદેશી સેવા અધિકારી (આઈએફએસ), સૈયદ અકબરુદ્દીનનાં અનુગામી […]

India

સંયુક્ત રાષ્ટ્ર (યુએન) માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યા પછી સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીન હવે નિવૃત્ત થવાના છે. હવે તેની જગ્યાએ ટી.એસ.ત્રિમૂર્તિ આ જવાબદારી સંભાળશે. ત્રિમૂર્તિ અગાઉ વિદેશ મંત્રાલયમાં સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. બુધવારે વિદેશ મંત્રાલય દ્વારા તેમની નિમણૂંક પર મહોર મારવામાં આવી છે.

ત્રિમૂર્તિ વર્ષ, 1985 નાં વિદેશી સેવા અધિકારી (આઈએફએસ), સૈયદ અકબરુદ્દીનનાં અનુગામી છે, જેમણે ન્યૂયોર્કમાં યુએન મુખ્યાલયમાં અનેક સંવેદનશીલ મુદ્દાઓ પર ભારતની સ્થિતિ પ્રભાવી રીતે રજૂ કરી છે. જાન્યુઆરી 2012 થી જાન્યુઆરી 2015 સુધી, અકબરુદ્દીન વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા હતા અને જાન્યુઆરી 2016 માં તેમને યુએનમાં મોટી જવાબદારી સોંપવામાં આવી હતી.

અકબરુદ્દીનને હંમેશાં એક ભારતીય રાજદ્વારી તરીકે યાદ કરવામાં આવશે, જેમણે જેશ-એ-મોહમ્મદ નેતા મસૂદ અઝહરને યુએનમાં વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય જ્યારે પણ ચીને યુએન માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ આ પ્રયાસને હંમેશા નિષ્ફળ કરતા આવ્યા હતા. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ત્રિમૂર્તિ હવે યુએનનાં કાયમી મિશનમાં ભારતનાં આગામી રાજદૂત બનશે અને ન્યૂયોર્કમાં સેવા આપશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.