Befam/ અનાજ માફિયા..!! ગેરકાયદેસર સરકારી સસ્તા અનાજની હેરાફેરી ઝડપાઈ 

ગોડાઉન ની વચ્ચે આવેલી ખુલ્લી જગ્યામાંથી ગરીબોના હકના સરકારી અનાજનું કાળા બજાર કરવાનું કૌભાંડ ઝડપાયું છે. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે  ઘઉંની 414 બોરીઓ એક ગાડીમાંથી બીજી ગાડીમાં ભરતા 8 ઇસમો સાથે સરકારી અનાજનો જથ્થો કબજે કરીને પુરવઠા વિભાગને જાણ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat Others
ram mandir 10 અનાજ માફિયા..!! ગેરકાયદેસર સરકારી સસ્તા અનાજની હેરાફેરી ઝડપાઈ 

@નામદેવ પાટીલ, ગોધરા

કોરાનાની મહામારીમાં ગરીબ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતી એટલી હદે કથડી છે કે ખાવાના પણ ફાફા પડી રહ્યા છે, તેવા સંજાગોમાં અનાજ માફિયાઓ ગરીબોનો કોળીયો છીનવી રહ્યા છે. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે કોઠી સ્ટીલ સામે આવેલ પટેલ કમ્પાઉન્ડ મા ગોડાઉન ની વચ્ચે આવેલી ખુલ્લી જગ્યામાંથી ગરીબોના હકના સરકારી અનાજનું કાળા બજાર કરવાનું કૌભાંડ ઝડપાયું છે. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે  ઘઉંની 414 બોરીઓ એક ગાડીમાંથી બીજી ગાડીમાં ભરતા 8 ઇસમો સાથે સરકારી અનાજનો જથ્થો કબજે કરીને પુરવઠા વિભાગને જાણ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ram mandir 11 અનાજ માફિયા..!! ગેરકાયદેસર સરકારી સસ્તા અનાજની હેરાફેરી ઝડપાઈ 

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે શહેરા -વડોદરા રોડ પર કોઠી સ્ટીલ સામે આવેલા પટેલ કમ્પાઉન્ડ માં ગોડાઉન ની વચ્ચે આવેલી ખુલ્લી જગ્યામાં બે થી ત્રણ વાહનોમાં શંકાસ્પદ અનાજની બોરીઓનો જથ્થો એક ગાડીમાંથી બીજી ગાડીમાં ભરવામાં આવી રહ્યો છે.  જેના આધારે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા કેટલાક ઈસમો એલ પી ટ્રક માંથી અનાજની બોરીઓ ઉતારી તેને ખોલી અનાજનો જથ્થો બીજા થેલામાં પલટાવી ગાડીમાં ભરી રહ્યા હતા.

Bombay Highcourt / આવતીકાલે અર્ણવ ગોસ્વામીની જામીન અરજી પર સુનાવણી થશે…

વાપી / વાપી GIDCમાં અમદાવાદની ઘટનાનું પુનરાવર્તન થતા રહી ગયું, ૭ કા…

પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા દરેક બોરી પર સસ્તા અનાજની બોરી જેવા લેબલ તેમજ સ્ટીકર લગાવેલા હોવાનું જણાઇ આવ્યું હતું, જેને લઇને પોલીસે ખાતરી કરતા અનાજનો જથ્થો સરકારી હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસ દ્વારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરીનું  કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું.

godhara અનાજ માફિયા..!! ગેરકાયદેસર સરકારી સસ્તા અનાજની હેરાફેરી ઝડપાઈ 

પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ વાહનોમાંથી ₹ ૪૧,૪૦૦ ની કિંમતનો કુલ ૪૧૪ બોરી ઘઉંનો જથ્થો, સ્થળ પરના કુલ ₹ ૩૧ લાખની કિંમતના ત્રણ વાહનો, જેમાં એક આઇસર, એક એલ પી ટ્રક,તથા એક 407 ટેમ્પો અને અન્ય મુદ્દામાલ સાથે મળી કુલ ૩૧.૪૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, પોલીસે સ્થળ પરથી ખંગારસિંહ પરમાર, પ્રભાતસિંહ પરમાર, અક્ષયકુમાર પરમાર, દિલીપભાઈ ચૌહાણ, દીપકભાઈ પરમાર, મહેશભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ ચૌહાણ, અને રમેશભાઈ ચૌહાણ નામના વ્યક્તિઓની અટકાયત કરી હતી, અટકાયત કરેલ 8 ઈસમો નાની કાંટડી તા. ગોધરા ના રહેવાસી છે,  પોલીસે નાસી જનાર ઈસમો જેઓ સરકારી  સરકારી અનાજની ગેરકાયદેસર રીતે વેચાણ કરી ફેરફેરી તેમજ તમામ જથ્થો મંગાવનાર વ્યક્તિઓની સામે ગુન્હો નોંધી શોધખોળ આદરી છે, પોલીસે આ ગુના સંદર્ભે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.