Not Set/ વેસ્ટઇન્ડિઝના ઓલરાઉન્ડર ડ્‌વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું કહ્યું અલવિદા

વેસ્ટઇન્ડિઝના ઓલરાઉન્ડર ડ્‌વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને બાય બાય કહી દીધુ છે.જોકે તે દુનિયાભરમાં ફ્રેન્ચાઈઝી ટી-૨૦ ક્રિકેટ રમતા રહેશે. ૩૫ વર્ષીય ડ્‌વેન બ્રાવોએ ૨૦૦૪માં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે વેસ્ટઇન્ડિઝ માટે ૪૦ ટેસ્ટ, ૧૬૪ વન-ડે અને ૬૬ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી. જો કે તેમણે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ બે વર્ષ પહેલા સપ્ટેમ્બર ૨૦૧૬માં પાકિસ્તાન […]

Sports
747498 dwayne bravo afp વેસ્ટઇન્ડિઝના ઓલરાઉન્ડર ડ્‌વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું કહ્યું અલવિદા

વેસ્ટઇન્ડિઝના ઓલરાઉન્ડર ડ્‌વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને બાય બાય કહી દીધુ છે.જોકે તે દુનિયાભરમાં ફ્રેન્ચાઈઝી ટી-૨૦ ક્રિકેટ રમતા રહેશે.

૩૫ વર્ષીય ડ્‌વેન બ્રાવોએ ૨૦૦૪માં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે વેસ્ટઇન્ડિઝ માટે ૪૦ ટેસ્ટ, ૧૬૪ વન-ડે અને ૬૬ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી. જો કે તેમણે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ બે વર્ષ પહેલા સપ્ટેમ્બર ૨૦૧૬માં પાકિસ્તાન સામે ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી હતી.

Image result for dwayne bravo

બ્રાવોએ ૪૦ ટેસ્ટ મેચમાં ૩૧.૪૨ની સરેરાશ સાથે ૨૨૦૦ રન બનાવ્યા. ઉપરાંત ૧૬૪ વન-ડે મેચોમાં ૨૫.૩૬ની સરેરાશથી ૨૯૬૮ રન બનાવ્યા.

વર્ષ  ૨૦૧૬ની વર્લ્ડ ટી-૨૦ વિજેતા કેરેબિયન ટીમનો ભાગ રહી ચુકેલ ડ્‌વેન બ્રાવો બોલ અને બેટ બન્નેથી ખૂબ જ ઉપયોગી ખેલાડી રહ્યો છે.

Related image

મીડિયામાં આપેલ પોતાના નિવેદનમાં બ્રાવોએ જણાવ્યુ કે, આજે હું ક્રિકેટની દુનિયાને જણાવવા માંગુ છું કે, મેં સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. ૧૪ વર્ષ પહેલા મેં વેસ્ટઇન્ડિઝ માટે ડેબ્યુ કર્યુ હતું. લોર્ડ્‌સ ક્રિકેટ મેદાન પર ઈંગ્લેન્ડ સામે જુલાઈ ૨૦૦૪માં મરુન કૈપ પહેરીને મેદાનમાં ઉતર્યો હતો. જે જોશ અને ઝુનુન મને તે સમયે અનુભવાયો હતો તે સમગ્ર કરીયર દરમિયાન મારી સાથે રહ્યો.