Not Set/ નેશનલ એવોર્ડ વિનિંગ કોરિયોગ્રાફર શિવા શંકરનું કોરોનાના કારણે નિધન

શિવા શંકર 72 વર્ષના હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ કોરોના સંક્રમિત હતા અને હૈદરાબાદની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તબિયત તેમની વધારે ખરાબ થવાના કારણે તેમને આઈસીયુ વોર્ડમાં પણ ખસેડવામાં આવ્યા હતા.

Entertainment
શિવા શંકર

સમગ્ર બોલીવૂડને વધુ એક ઝાટકો લાગ્યો છે કે જયારે નેશનલ એવોર્ડ વિનિંગ કોરિયોગ્રાફર શિવા શંકરના સમાચાર સામે આવ્યા. સમાચાર આવ્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે તેમના ચાહકોમાં પણ શોકનું મોજું ફેરવાઈ ગયું છે. શિવા શંકર 72 વર્ષના હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ કોરોના સંક્રમિત હતા અને હૈદરાબાદની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તબિયત તેમની વધારે ખરાબ થવાના કારણે તેમને આઈસીયુ વોર્ડમાં પણ ખસેડવામાં આવ્યા હતા.

શિવા શંકરના નિધનના લઈને સોનુ સૂદે દુઃખ વ્યક્ત કર્યું છે અને ટ્વીટ કર્યું હતું કે, શિવા શંકર માસ્ટરજીના નિધનના સમાચાર સાંભળીને દિલ તૂટી ગયું છે. અમે તેમને બચાવવાની ખૂબ જ કોશિશ કરી હતી પરંતુ ભગવાનને ગમ્યું તે ખરું. તમે હમેશા યાદ આવશો માસ્ટરજી !  ઈશ્વર તેમના પરિવારજનો પર આવી પડેલી વિપત્તિને સહન કરવાની શક્તિ અને બળ પૂરું પડે. સિનેમામાં તમારું યોગદાન હમેશા અમૂલ્ય રહેશે અને લોકો તમને યાદ કરતા રહેશે.

સોનુ સૂદ સિવાય બાહુબલી ફિલ્મના ડાયરેક્ટર એસએસ રાજમૌલીએ પણ ટ્વીટ કર્યું હતું અને દુઃખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, આ જાણીને દુઃખ થયું કે શિવાશંકર માસ્ટર ગુરુની નિધન થઇ ચુક્યું છે. તેમની સાથે ફિલ્મ મગધીરામાં કામ કરવાનો અનુભવ ખૂબ જ યાદગાર રહ્યો છે. ઈશ્વર તેમની આત્માને શાંતિ આર્પે. તેમના પરિવારજનોને મારી સંવેદના !

નોંધનીય છે કે, શિવા શંકરે લગભગ ચાર દાયકા સુધી ટોલીવુડના આઇકોનિક ગીતોની કોરિયોગ્રાફી કરી છે. શિવાશંકરે વર્ષ 1970માં ડેબ્યૂ કર્યું હતું. તેમણે સાઉથ સિનેમાના ઘણા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે, વર્ષ 2011માં શિવાશંકરને રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને આ એવોર્ડ એસએસ રાજા મૌલીની ફિલ્મ મગધીરા માટે મળ્યો હતો. તેમણે  સમગ્ર કારકિર્દી દરમિયાન 800 થી વધુ ગીતો કોરિયોગ્રાફ કર્યા છે.