Tellywood/ નીરજ ચોપરાએ પોતાના લગ્ન અંગે કહી મોટી વાત, કહ્યું – મેરેજ માટે જોઈશે..

ઘણા ઈન્ટરવ્યુમાં નીરજને પૂછવામાં આવ્યું કે તે ક્યારે લગ્ન કરવા જઈ રહ્યો છે. આખરે નીરજ ચોપરાએ પોતે જ આ પ્રશ્નોના જવાબ આપી દીધા છે…

Entertainment
નીરજ ચોપરા

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા બાદ દરેક લોકો ઈન્ટરનેટ પર નીરજ ચોપરાની ગર્લફ્રેન્ડનું નામ સર્ચ કરી રહ્યા છે, તો કોઈ તેના લગ્નના આયોજન વિશે જાણવા માંગે છે. અત્યાર સુધી ઘણા ઈન્ટરવ્યુમાં નીરજ ચોપરા ને પૂછવામાં આવ્યું કે તે ક્યારે લગ્ન કરવા જઈ રહ્યો છે. જોકે, અંતે ગોલ્ડન બોયે આ સવાલનો જવાબ ચાહકોને આપ્યો હતો.

આ પણ વાંચો :શિલ્પા શેટ્ટીના બાળકોનો યોગા ક્લાસ, ભાઈ-બહેનનો ક્યૂટ વીડિયો વાયરલ

નીરજ ચોપરા ટૂંક સમયમાં ડાન્સ પ્લસ 6 શોમાં જોવા મળશે. તેના પ્રોમોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શોને હોસ્ટ કરી રહેલા રાઘવ જુયાલ મહિલા ચાહકો વતી પ્રશ્નો પૂછે છે કે, તમારી કુંડળીને નીરજ ચોપરા સાથે કેવી રીતે મેચ કરવી. આ સવાલ સાંભળીને નીરજ થોડો લલચાયો અને હસતા હસતા કહ્યું કે તેને આ વિશે કોઈ ખ્યાલ નથી.

જો કે, પ્રશ્નોની આ શ્રેણી અહીં અટકી નથી. શોના જજ પુનીત પાઠકે નીરજને કહ્યું કે તમામ છોકરીઓ વતી, હું તમને એક સવાલ પૂછવા માંગુ છું કે તમને કઈ પ્રકારની છોકરી ગમે છે? આ સવાલ પર, ત્યાં બેઠેલા તમામ સ્પર્ધકો હસવા લાગ્યા અને આતુરતાથી નીરજના ‘ગોલ્ડન વર્ડ્સ’ ની રાહ જોવા લાગ્યા.

https://www.instagram.com/reel/CUUMKwqAFWK/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો : અક્ષય કુમારથી લઈ રણબીર કપૂર સુધીના અભિનેતાની ફિલ્મોની રિલીઝ તારીખ જાહેર થઇ

આ સવાલનો જવાબ આપે તે પહેલા જ રાઘવ મસ્તી કરતા કરતા કહે છે કે નીરજને જેવલિન જેવી છોકરી પસંદ છે. આ સાંભળીને નીરજ હસવા લાગે છે અને જણાવે છે કે એક ખેલાડી હોવાને કારણે હું ઈચ્છું છું કે તે પણ ખેલાડી હોય. તે છોકરી તેના કામ પર ધ્યાન કેન્દ્રિત હોય અને દરેક લોકોનું સન્માન કરતી હોય અને પરિવારનો આદર કરનારી હોય. તમને જણાવી દઈએ કે ગોલ્ડન બોય હાલમાં મહિલાઓનો ફેવરિટ બની ચૂક્યો છે.

જણાવી દઈએ કે ગોલ્ડન બોયને તેમની મહિલા ચાહકોનું પણ ઘણું અંટેશન મળી રહ્યું છે. ઈન્ડિયા ટુડે મેગેઝિને તેના કવર પેજ પર નીરજ ચોપરાને સ્થાન આપ્યું છે. તેમણે પોતે આ માહિતી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં આપી છે. નીરજ ચોપરાની આ પોસ્ટ પર અમેરિકન અભિનેત્રી સામન્થા સ્ટીફને પોતાની પ્રતિક્રિયા આપી છે.

https://www.instagram.com/reel/CUUAcdNt3x8/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો : આર માધવનની ફિલ્મ રોકેટ્રી આ દિવસે થશે રિલીઝ, સામે આવશે નાંબી નારાયણનના જીવનનું સત્ય

રેમો ડિસૂઝાએ પણ તેની ઇન્સ્ટાગ્રામ વોલ પર તેનો એક વીડિયો શેર કર્યો. તેમા નીરજ અને રેમો સાથે વોક કરતા નજરે પડે છે. સોશિયલ મીડિયા પર નીરજ ચોપરાની ફેન ફોલોવિંગ ઝડપથી વધી રહી છે. મોટા બ્રાન્ડથી લઇ ટેલિવિઝ શો સુધી નીરજની માંગ છે. એક જાહેરાત પછી તો ફેન્સે તેમને સારા એક્ટર કહી દીધું.

આ પણ વાંચો :શહનાઝ ગિલની ફિલ્મ હૌસલા રખનું ટ્રેલર રિલીઝ, સિદ્ધાર્થ શુક્લાને યાદ કરી ભાવુક થયા ચાહકો