#TokyoOlympic2021/ પુરુષ હોકી ટીમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો સરપ્રાઇઝ કોલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં કેપ્ટન મનપ્રીત સિંહ, મુખ્ય કોચ ગ્રેહામ રીડ અને સહાયક કોચ પિયુષને ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષ પછી ઓલિમ્પિક મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Sports
પુરુષ

ટોક્યો ઓલિમ્પિક્સની શરૂઆતથી જ તમામ દેશવાસીઓની નજર ભારતીય ખેલાડી પર ટકેલી છે. આપને જણાવી દઈએ કે મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકનાં પહેલા જ દિવસે વેઈટ લિફ્ટિંગમાં ભારતને સિલ્વર મેડલ અપાવીને સાબિત કર્યું હતું કે, તેમના ઇરાદા ઘણા મજબૂત છે અને આ વખતે તમામ ભારતીય ખેલાડીઓ તેમના દેશને ગૌરવ અપાવશે. ત્યારબાદથી, સતત તમામ ખેલાડીઓને લઇને દેશવાસીઓની આશા જાગી છે.

11 128 પુરુષ હોકી ટીમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો સરપ્રાઇઝ કોલ

આ પણ વાંચો – #TokyoOlympic2021 / ભારતીય પુરુષ હોકી ટીમે ઈતિહાસ રચ્યો, 4 દશકનાં દુષ્કાળને ખતમ કર્યો

આપને જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં કેપ્ટન મનપ્રીત સિંહ, મુખ્ય કોચ ગ્રેહામ રીડ અને સહાયક કોચ પિયુષને ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષ પછી ઓલિમ્પિક મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં ગુરુવારે પ્લે-ઓફ મેચમાં જર્મનીને 5-4થી હરાવીને બ્રોન્ઝ મેડલ  જીત્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) એ એક વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં વડાપ્રધાન મોદી મનપ્રીત, રીડ અને દુબે સાથે ફોન પર વાત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ મનપ્રીતને કહ્યું, “અભિનંદન. તમને અને પૂરી ટીમને. તમે અદ્ભુત કામ કર્યું છે, સમગ્ર દેશ નૃત્ય કરી રહ્યો છે.” વડાપ્રધાને કહ્યું કે, બેલ્જિયમ સામેની હાર બાદ મનપ્રીતનો અવાજ ઢીલી હતી, પરંતુ આજે સંપૂર્ણ ઉત્સાહ છે. તેમણે કહ્યું કે, તે દિવસે તમારો અવાજ ઢીલો હતો. આજનો દિવસ ઉત્સાહથી ભરેલો છે. તમારી મહેનત કામ કરી રહી છે. મારી તરફથી તમામ ખેલાડીઓને અભિનંદન. અમે 15 ઓગસ્ટનાં રોજ મળી રહ્યા છીએ, મેં બધાને બોલાવ્યા છે, તે દિવસે મળીશું.”

11 129 પુરુષ હોકી ટીમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો સરપ્રાઇઝ કોલ

આ પણ વાંચો – #TokyoOlympic2021 / કુશ્તીમાં રવિ દહિયાને હરાવવા કઝાકિસ્તાનના આ ખેલાડીએ આ જગ્યાએ બટકું ભરી લીધું

વડાપ્રધાન મોદીએ રીડ સાથે વાત કરી અને ઈતિહાસ રચવા બદલ અભિનંદન પાઠવ્યા. રીડે કહ્યું કે, તેમના શબ્દોએ સેમીફાઇનલ હાર બાદ ટીમને પ્રેરણા આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ અગાઉ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ભારતીયો આ દિવસ હંમેશા યાદ રાખશે. તેમણે ટ્વીટ કર્યું, “ઐતિહાસિક. આ દિવસ હંમેશા દરેક ભારતીયની યાદમાં રહેશે. બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અમારી પુરુષ હોકી ટીમને અભિનંદન. આ સાથે તેમણે સમગ્ર દેશને, ખાસ કરીને યુવાનોને રોમાંચિત કર્યા છે. ભારતને તેની હોકી ટીમ પર ગર્વ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુરુષ હોકી ટીમનાં ખેલાડીઓ સાથે ફોન પર આપી શુભકામનાઓ…